
મુંબઈના વરલી વિસ્તારમાં પણ હવાનું ખૂબ જ ખરાબ સ્તર નોંધાયું હતું. કોલાબામાં પણ AQI 221 એટલે કે નબળું સ્તર નોંધાયું હતું.

આ પવનોમાં ભેજને કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશ અને ઉત્તર મહારાષ્ટ્ર અને પશ્ચિમ મધ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધીમો વરસાદ શરૂ થયો છે.

ખાસ કરીને મુંબઈના દરિયા કિનારે આકાશમાં કાળા વાદળો છવાયા છે. રાત્રિથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે.

મુંબઈના દરિયા કિનારે માત્ર ધૂળની ચાદરો અને ધુમ્મસના થર જ દેખાય રહ્યા છે. સામે સી લિંક છે. પરંતુ જોવા પર એવું લાગી રહ્યું છે કે, જેમ આપણે કોઈ રૂમમા ધુળથી ઢંકાયેલા કાચની અંદરથી તેને જોઈ રહ્યા છીએ.

દરિયા કિનારે દૂર દૂર સુધ માત્ર એક જ રંગ દેખાય છે અને તે છે ગ્રે. ધૂળ અને ધૂળકણોએ દરેક રંગને ઢાંકી દીધા છે. આકાશ અને જમીન એક જ રંગના દેખાય છે. અન્ય વસ્તુઓ ઓછી દેખાય રહી છે.
Published On - 7:01 pm, Mon, 24 January 22