Weather Update : મુંબઇમાં બુધવારે દસ્તક આપી શકે છે ચોમાસું, અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ

|

Jun 08, 2021 | 10:17 PM

Weather Update :  દેશમાં કેરળમાં ચોમાસા(Monsoon) ના વિધિવત આગમાન બાદ હવે ચોમાસું ધીરે ધીરે અન્ય રાજ્યોમાં પણ દસ્તક આપી રહ્યું છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મુંબઈ (Mumbai) પહોંચે તેવી સંભાવના છે.

Weather Update : મુંબઇમાં બુધવારે દસ્તક આપી શકે છે ચોમાસું, અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ
મુંબઇમાં બુધવારે દસ્તક આપી શકે છે ચોમાસું

Follow us on

Weather Update :  દેશમાં કેરળમાં ચોમાસા(Monsoon) ના વિધિવત આગમાન બાદ હવે ચોમાસું ધીરે ધીરે અન્ય રાજ્યોમાં પણ દસ્તક આપી રહ્યું છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મુંબઈ(Mumbai) પહોંચે તેવી સંભાવના છે.

પ્રાદેશિક હવામાન વિભાગના ડિરેક્ટર શુભાંગી ભૂતેએ આજે ​​જણાવ્યું હતું કે, બુધવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Monsoon) મુંબઇ પહોંચવાના સંકેતો છે. તેમણે એક વીડિયો સંદેશમાં કહ્યું, હાલની સાનુકૂળ સ્થિતિને કારણે  મંગળવારે  મુંબઇના વિવિધ ભાગોમાં વરસાદ પડ્યો છે.

બોરીવલી અને દહિસર જેવા વિસ્તારોમાં 30 મીમી સુધી વરસાદ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મુંબઈના પ્રાદેશિક હવામાન વિભાગ (આરએમસી) એ જણાવ્યું હતું કે સવારે 11 વાગ્યા સુધી માલવાણી, બોરીવલી અને દહિસર જેવા વિસ્તારોમાં 30 મીમી સુધી વરસાદ નોંધાયો હતો. આઇએમડીએ શનિવારે મહારાષ્ટ્રમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમનની પુષ્ટિ કરી હતી જ્યારે ચોમાસાએ દરિયાકાંઠે રત્નાગિરિ જિલ્લાના હરનાઈ બંદરે ઉતરાણ કર્યું હતું.

હાલ અનુકૂળ પરિસ્થિતિ હોવા છતાં ચોમાસુ હજી મુંબઈ(Mumbai) પહોંચ્યું નથી. આઇએમડીએ બપોરે આગાહી કરી છે કે મહારાષ્ટ્રના મુંબઈ, રાયગઢ, થાણે, પાલઘર, પુણે, નાસિક અને મરાઠાવાડાના ભાગોમાં જોરદાર પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.

જાણો- ચોમાસું ક્યારે તમારા રાજ્યમાં પહોંચી શકે છે

હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા મુજબ કેરળમાં આવ્યા બાદ ચોમાસું આગળ વધશે. જેમાં 11 જૂને મહારાષ્ટ્ર અને તેલંગાનામા ચોમાસું આવે તેવી સંભાવના છે. ચોમાસું 12 જૂને પશ્ચિમ બંગાળ અને 13 જૂને ઓરિસ્સા પહોંચી શકે છે. આ પછી ચોમાસું ઝારખંડ અને બિહાર તરફ વધશે. તેની બાદ 14 જૂને ઝારખંડમાં ચોમાસું આવે તેવી સંભાવના છે. 16 જૂને ચોમાસું બિહાર અને છત્તીસગઢમાં પ્રવેશ કરશે.

ચોમાસું 26 જૂને ગુજરાત પહોંચી શકે છે

હવામાન વિભાગની આગાહી મુજબ, 20 જૂને ચોમાસું ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ પહોંચશે. જયારે 23 જૂને  ઉત્તરપ્રદેશમાં ચોમાસું આવે તેવી સંભાવના છે. ચોમાસું 26 જૂને ગુજરાત પહોંચી શકે છે. જયારે રાજધાની દિલ્હી અને હરિયાણામાં 27 જૂને ચોમાસું આવે તેવી સંભાવના છે. દિલ્હી બાદ ચોમાસું પંજાબ તરફ આગળ વધશે. 28 મે સુધી અહીં આવવાની સંભાવના છે. છેવટે 29 જૂને ચોમાસું રાજસ્થાન પહોંચી શકે છે.

જાણો- આ વખતે ચોમાસું કેવું રહેશે?

હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર ભારતમાં ચોમાસાના 4 મહિના દરમિયાન સરેરાશ 880.6 મીમી વરસાદ પડે છે, જેને લોંગ પીરિયડ એવરેજ (LPA) કહેવામાં આવે છે. એટલે કે 880.6 મીમી વરસાદ 100 ટકા માનવામાં આવે છે. આ વર્ષે 907 મીમી વરસાદ થવાની સંભાવના છે. એટલે કે દેશભરમાં ચોમાસું સામાન્ય કે વધુ સારું થઈ શકે છે.

જો એજન્સીનો અંદાજ સાચો નીકળે તો ભારતમાં સતત ત્રીજા વર્ષે ચોમાસું સારું રહેશે. હવામાન વિભાગે પણ આ વર્ષે સમગ્ર દેશમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. વિભાગે કહ્યું છે કે દેશભરમાં 96 થી 104 ટકાનો વરસાદ થવાની સંભાવના છે.

Published On - 10:14 pm, Tue, 8 June 21

Next Article