આકરી ગરમી વચ્ચે સૌ કોઈ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. ખેડુતો પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈને સારા સમાચાર આવી રહ્યા છે. ગોવા બાદ હવે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ મુંબઈમાં (Rain in Mumbai) પણ દસ્તક આપી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે. તે જ સમયે, ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં સતત ચાલી રહેલી હીટ વેવથી મામૂલી રાહત મળતી પણ દેખાઈ રહી છે. IMD અનુસાર, આગામી અઠવાડિયામાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.
Advancement of Southwest Monsoon:
Southwest Monsoon has further advanced into remaining parts of central Arabian Sea, most parts of Konkan (including Mumbai), some parts of Madhya Maharashtra, some more parts of Karnataka today, the 11th June, 2022. pic.twitter.com/bWE6pzq8rH
— India Meteorological Department (@Indiametdept) June 11, 2022
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગોવા અને મહારાષ્ટ્રના દક્ષિણી જિલ્લાઓમાં ચોમાસાની શરૂઆત સામાન્ય રીતે 7 જૂનની આસપાસ થાય છે. પૂણેમાં 10 જૂન સુધીમાં અને મુંબઈમાં 11 જૂન સુધીમાં ચોમાસું પહોંચતું હોય છે. IMD અનુસાર, ચોમાસું સારી ગતિએ આગળ વધી રહ્યું છે. મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, ગોવા અને આસપાસના કોંકણ વિસ્તારોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન પવન લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસમાં પૂર્વોત્તર ભારત અને ઉપ-હિમાલયી ક્ષેત્ર પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે, આગામી કેટલાક કલાકોમાં, થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગિરી અને મુંબઈની આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે.
South-West monsoon has arrived in Mumbai and other nearby areas today, IMD announces.
(Representative image) pic.twitter.com/IxNzltqlWD
— ANI (@ANI) June 11, 2022
11 જૂન, શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 29.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધારે છે. આ સાથે, ભારતીય હવામાન વિભાગે આંશિક વાદળછાયું આકાશ અને વાવાઝોડાની આગાહી કરી છે. વિભાગ અનુસાર, દિલ્હીમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. તે જ સમયે, દિલ્હી-એનસીઆરમાં ભેજ ધરાવતા પૂર્વીય પવનો 16 જૂનથી કાળઝાળ ગરમીથી રાહત અપાવી શકે છે. 16 જૂને રાષ્ટ્રીય રાજધાનીમાં ગાજવીજ અને વરસાદની સંભાવના છે.