મહારાષ્ટ્રમાં (Maharashtra Monsoon) શુક્રવારે ચોમાસાએ જોરદાર દસ્તક આપી છે. હવે તે વધુ સક્રિય મોડ પર આવી રહ્યું છે. 11 જૂનથી ચોમાસાનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD)એ શનિવારથી આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે 11મી જૂનથી 15મી જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે, વાવાઝોડું અને જોરદાર પવન ફૂંકાશે. આ સાથે જ કાળઝાળ ગરમીમાં પણ રાહત મળશે. ખાસ કરીને ઉત્તર મહારાષ્ટ્ર, પશ્ચિમ મહારાષ્ટ્ર અને કોંકણના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. વરસાદની સૌથી વધુ ધમાકેદાર બેટિંગ કોંકણ અને દક્ષિણ મહારાષ્ટ્રમાં જોવા મળશે.
મુંબઈ, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા સ્થળોએ દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ વાતાવરણ છે. આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય હવામાન વિભાગના મુંબઈ કેન્દ્ર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કોંકણ અને દક્ષિણ મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
११ जून, राज्यात येत्या 5 दिवसासाठी,IMD ने दिलेले मुसळधार ते अती मुसळधार पावसाचे इशारे.
कोकणात तीव्रता जास्त ची शक्यता.
IMD pic.twitter.com/c1cVltlu2C— K S Hosalikar (@Hosalikar_KS) June 11, 2022
હવામાન વિભાગે 11 જૂને રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉસ્માનાબાદ અને લાતુર સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 12 જૂને રત્નાગીરી અને સિંધુદુર્ગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાંગલી, સોલાપુર, ઉસ્માનાબાદ, બીડ અને લાતુર સિવાય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાયગઢ, થાણે, રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે, નાસિક, બુલઢાણા, અકોલા, અમરાવતી, વાશિમ, પરભણી, ઉસ્માનાબાદ, લાતુર, નાંદેડ, યવતમાલ, વર્ધા, ચંદ્રપુર, ભંડારા, ગોંદિયા અને ગઢચિરોલી જિલ્લામાં 13 જૂને મુશળધાર વરસાદનું અનુમાન છે. 14મી જૂને સિંધુદુર્ગ, પુણે, નાશિક, બુલઢાણા, અકોલા, વાશિમ, અમરાવતી, નાંદેડ, લાતુર, ઉસ્માનાબાદ, યવતમાલ, વર્ધા, ચંદ્રપુર, નાગપુર, ભંડારા, ગોંદિયા, ગઢચિરોલી જિલ્લામાં મુશળધાર વરસાદ પડશે. આ રીતે, 15 જૂને પણ સિંધુદુર્ગ, મરાઠવાડા અને વિદર્ભના ઘણા જિલ્લાઓમાં મૂશળધાર વરસાદની સંભાવના છે. કોંકણ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થવાની સંભાવના છે.