ટ્રાન્સ હાર્બર લિંક રોડ મુંબઈ-પુણે એક્સપ્રેસવેને જોડવાની MMRDA ની યોજના, જાણો કેટલો સમય બચશે ?

|

Feb 21, 2022 | 9:18 PM

યાત્રીઓના સમય અને પૈસાની બચત કરવા માટે એમએમઆરડીએ એક નવી સ્કીમ લઈને આવ્યું છે. તેનાથી તમારો સમય અને પૈસા બંનેની બચત થશે. આ નવી સ્કીમ હેઠળ ટ્રાન્સ હાર્બર લિંક રોડને મુંબઈ-પુણે એક્સપ્રેસવે સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ટ્રાન્સ હાર્બર લિંક રોડ મુંબઈ-પુણે એક્સપ્રેસવેને જોડવાની MMRDA ની યોજના, જાણો કેટલો સમય બચશે ?
The Mumbai-Pune journey will be even faster

Follow us on

મુંબઈઃ હાલમાં મુંબઈથી નવી મુંબઈ રૂટ પર ટ્રાફિકને કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે સુધી પહોંચવામાં ઘણો સમય લાગે છે. પરિણામે, ઘણા મુસાફરોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. વધુમાં, જેમ જેમ ઇંધણની કિંમતમાં તીવ્ર વધારો થાય છે, તેમ ખર્ચ પણ વધે છે. યાત્રીઓના સમય અને પૈસાની બચત કરવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એક નવો પ્લાન લઈને આવ્યું છે. તેનાથી તમારો સમય અને પૈસા બંનેની બચત થશે.

આ નવી યોજના અનુસાર ટ્રાન્સ હાર્બર લિંક રોડને મુંબઈ-પુણે એક્સપ્રેસ વેને (Trance Harbour link Road)  જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઓથોરિટી આ માટે કન્સલ્ટન્ટની શોધ કરી રહી છે. આ માટે ઓથોરિટી દ્વારા ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે. આ અંગે પ્રાથમિક અહેવાલ પણ તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તેથી આ રૂટ પરના પ્રવાસીઓને ટૂંક સમયમાં મોટા સારા સમાચાર મળવાની સંભાવના છે.

આગામી વર્ષ સુધીમાં પુરુ થશે કામ

જો આ માર્ગને આ રીતે જોડવામાં આવશે તો મુસાફરો વરલીથી મુંબઈના પૂણે સુધી સીધો મુસાફરી કરી શકશે, જેનાથી ઘણો સમય બચશે. અધિકારીઓનો દાવો છે કે જો આવો રૂટ ઉમેરવામાં આવે તો મુસાફરોનો એક કલાકથી વધુ સમય બચશે. આનાથી ઓથોરિટીને હજારો કરોડનો ખર્ચ થશે. તે અંગે પણ સત્તામંડળ વિચારણા કરી રહી છે. શિવડીથી નવી મુંબઈ સુધીના આ માર્ગ પર 21 કિલોમીટર લાંબો પુલ બનાવવામાં આવશે. હાલમાં, પ્રોજેક્ટ લગભગ 65 ટકા પૂર્ણ છે. આ પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

મુંબઈ-પુણે પ્રવાસ સરળ બનશે

જો ટ્રાન્સ હાર્બર લિંક રોડ અને મુંબઈ-પુણે એક્સપ્રેસ વેને સીધો જોડવામાં આવે તો તે એક મોટો સીમાચિહ્નરૂપ બની રહેશે. કારણ કે હવે મુંબઈથી નવી મુંબઈની મુસાફરી માટે ભીડના સમયમાં લગભગ દોઢ કલાકનો સમય વેડફાય છે. આથી પુણે જનારા અને પુણેથી આવતા અનેક લોકોને હાલાકી ભોગવવી પડે છે. પરંતુ જો આ પ્રોજેક્ટ આ રીતે સફળ થશે તો લોકોને મોટી રાહત મળશે. આ દિવસોમાં શહેરો મોટા થઈ રહ્યા છે. રસ્તા પર વાહનોની સંખ્યા પણ વધી રહી છે. તેથી, ટ્રાફિક જામ એક સમસ્યા બની ગઈ છે જેનો દરેકને કોઈને કોઈ તબક્કે સામનો કરવો પડે છે. તેથી આ ટ્રાફિક જામમાંથી બહાર આવવા માટે MMRDA એક નવી યોજના લઈને આવી રહ્યું છે.

આ પણ વાંચો :  Maharashtra: નાના પટોલેના નિવેદન બાદ રાજકારણ ગરમાયુ, શિવસેના સાંસદ સંજય રાઉતે આપી આ પ્રતિક્રિયા

Next Article