માયાનગરી મુંબઈમાં આફ્ટર નિસર્ગ ઈફેક્ટ, અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

માયાનગરી મુંબઈમાં નિસર્ગ વાવાઝોડાની અસર 24 કલાક બાદ પણ દેખાઈ રહી છે. મુબઈના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ભારે વરસાદના કારણે ટ્રાફિકની વ્યવસ્થા પણ ખોરવાઈ છે તો નીચાણવાળા વિસ્તારમાં આવેલી શાળાઓને પણ બંધ રાખવાની ફરજ પડી હતી. મુંબઈના વિવિધ વિસ્તારોની વાત કરીએ તો દાદર. સાયણ, પરેલ, કિંગ સર્કલ, […]

માયાનગરી મુંબઈમાં આફ્ટર નિસર્ગ ઈફેક્ટ, અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
http://tv9gujarati.in/maya-nagri-mumba…njivan-prabhavit/
| Updated on: Jun 04, 2020 | 11:05 AM

માયાનગરી મુંબઈમાં નિસર્ગ વાવાઝોડાની અસર 24 કલાક બાદ પણ દેખાઈ રહી છે. મુબઈના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ભારે વરસાદના કારણે ટ્રાફિકની વ્યવસ્થા પણ ખોરવાઈ છે તો નીચાણવાળા વિસ્તારમાં આવેલી શાળાઓને પણ બંધ રાખવાની ફરજ પડી હતી. મુંબઈના વિવિધ વિસ્તારોની વાત કરીએ તો દાદર. સાયણ, પરેલ, કિંગ સર્કલ, લોઅર પરેલ, થાણામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. 24 કલાકમાં 100 કરતા વધારે વૃક્ષ ધરાશાય થવાની ઘટના પણ સામે આવી છે. હવામાન વિભાગ મુજબ હજુ થોડા કલાકો સુધી આ જ પ્રકારે વરસાદી માહોલ બનેલો રહેશે.