Maharashtra Unlock: 25 જિલ્લામાં દુકાનો હવે રાત્રે 8 વાગ્યા સુધી ખુલી રહેશે, સરકારે જાહેર કરી ગાઈડલાઈન

|

Aug 02, 2021 | 8:25 PM

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ​​(2 ઓગસ્ટ, મંગળવાર) સાંગલીમાં પત્રકાર પરિષદને સંબોધતી વખતે આ માહિતી આપી હતી. હાલમાં, દુકાનોને સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી છે.

Maharashtra Unlock: 25 જિલ્લામાં દુકાનો હવે રાત્રે 8 વાગ્યા સુધી ખુલી રહેશે, સરકારે જાહેર કરી ગાઈડલાઈન
CM Uddhav Thackeray

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના (Corona Virus)ના કેસ ઘટી રહ્યા છે, ત્યારે ધીરે-ધીરે અનલોકની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે, ત્યારે એક મહત્વની જાહેરાત એ કરવામાં આવી છે કે દુકાનો ખોલવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે સાંજે વધુ ચાર કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે. આ સંદર્ભમાં સરકારે આજે પોતાનો નિર્ણય જાહેર કર્યો. એટલે કે હવે દુકાનો સાંજે 4ને બદલે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જે શહેરો અને જિલ્લાઓમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઓછી છે, ત્યાં દુકાનો ખોલવાની સમયમર્યાદામાં વધારો કરી દેવાયો છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

અગાઉ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ​​(2 ઓગસ્ટ, સોમવાર) સાંગલીમાં પત્રકાર પરિષદને સંબોધતી વખતે આ માહિતી આપી હતી. હાલમાં દુકાનોને સવારે 7થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી છે. ઓછા સમય માટે દુકાનો ખોલવાને કારણે ભીડ વધવાની ફરિયાદ હતી. સાંજના 4 વાગ્યા સુધીમાં લોકોને ફરજિયાત ઘરની બહાર નીકળીને ખરીદી કરવી પડે છે, જેના કારણે  4 વાગ્યા પહેલા ભીડ અચાનક વધી જાય છે. જેના કારણે સોશિયલ ડીસ્ટન્સનું પાલન થતું ન હતું. જેના કારણે વેપારીઓએ માંગ કરી હતી કે સમય મર્યાદા વધારવામાં આવે તો એક જ  સમયે ભેગી થતી ભીડ પણ ઓછી થશે અને કોરોનાકાળમાં મંદ પડેલા વ્યવસાયને વેગ મળશે.

 

 

સરકારે અનલોક અંગે જાહેર કર્યો નિર્ણય

રાજ્યમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ મંજુરી માત્ર તે જ જિલ્લાઓ માટે છે, જ્યાં કોરોનાનું સંક્રમણ ઓછું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં કોરોનાનું વધુ સંક્રમણ છે ત્યાં પહેલાની જેમ પ્રતિબંધો અમલમાં રહેશે.

 

મહારાષ્ટ્રમાં લોકડાઉન સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. બ્રેક ધ ચેઈન અંતર્ગત રાજ્યના 25 જિલ્લાઓના વેપારીઓ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. આ 25 જિલ્લામાં રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાય શનિવારે બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકાશે. રવિવારે દુકાનો બંધ રહેશે.

નવી જાહેર કરી ગાઈડ લાઈન મુજબ

  • આવશ્યક અને બિનઆવશ્યક વસ્તુઓની દુકાનો (શોપિંગ મોલ સહિત) અઠવાડિયાના સામાન્ય દિવસોમાં સાંજે 8 વાગ્યા સુધી અને શનિવારે બપોરે 3 વાગ્યા સુધી ખુલી રાખી શકાશે. તમામ દુકાનો અને મોલ રવિવારે બંધ રહેશે
  • તમામ સાર્વજનિક બગીચાઓ અને રમતના મેદાન વોકિંગ, જોગિંગ અને સાઇકલિંગના હેતુ માટે ખુલ્લા રાખી શકાશે
  • તમામ સરકારી અને ખાનગી કચેરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થઈ શકે છે.
  • જે ઓફિસો ઘરેથી કામ કરીને કાર્ય કરી શકે છે તેઓએ આમ કરવાનું ચાલુ રાખવાનું જણાવવામાં આવ્યું છે.
  • જિમનેશિયમ, યોગા સેન્ટર, હેર કટિંગ સલુન્સ, બ્યુટી પાર્લર, સ્પા એર-કન્ડિશનર્સનો ઉપયોગ કર્યા વિના અઠવાડિયાના સામાન્ય દિવસોમાં રાત્રે 8 વાગ્યા સુધી અને શનિવારે 3 વાગ્યા સુધી 50 ટકા ક્ષમતા સાથે
    ખુલા રાખી શકાશે. આ તમામ સેવાઓ રવિવારે બંધ રહેશે.
  • તમામ સિનેમા થિયેટરો, ડ્રામા થિયેટરો અને મલ્ટિપ્લેક્સ (સ્વતંત્ર અને મોલની અંદર) આગામી આદેશો સુધી બંધ રહેશે.
  • રાજ્યમાં તમામ ધાર્મિક સ્થાનો આગામી આદેશ સુધી બંધ રહેશે.
  • તમામ રેસ્ટોરન્ટ અઠવાડિયાના દિવસોમાં સાંજે 4 વાગ્યા સુધી તમામ કોવીડ 19નાં નિયમોના પાલન સાથે 50% બેઠક ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. પાર્સલ અને ટેકઅવે પહેલાની જેમ ચાલુ રાખી શકાશે.
  •  રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી અવરજવર પર પ્રતિબંધો લાગુ રહેશે.

મુંબઈ લોકલ અંગે હજુ નથી લેવાયો કોઈ નિર્ણય

મુખ્યમંત્રીએ મુંબઈ લોકલ (Mumbai Local Train)  શરૂ કરવાના પ્રશ્નનો જવાબ પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ મુંબઈ લોકલ અંગે તાત્કાલિક નિર્ણય નહીં લે, કારણ કે કોરોનાની ત્રીજી લહેર (Third Wave of Corona) આવવાની સંભાવના છે. આ માટે કેન્દ્રએ પણ સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે.

 

 

આ કારણે અનલોક (Maharashtra Unlock)ના પ્રથમ તબક્કામાં લોકલ શરૂ થવાની કોઈ શક્યતા નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ કેટલીક બાબતોમાં રાહત આપવા જઈ રહ્યા છે. તેમના પરિણામ અને ખરાબ અસરોને જોયા બાદ જ આગળ કોઈ નિર્ણય લેવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી.

 

 

આ પણ વાંચો : Mumbai Local Train: બોમ્બે હાઈકોર્ટનો ઠાકરે સરકારને સવાલ- જે લોકોનું રસીકરણ થઈ ચુક્યું છે તેમને મુંબઈ લોકલમાં જવાની મંજૂરી કેમ નથી?

 

Published On - 8:12 pm, Mon, 2 August 21

Next Article