Maharashtra Colleges and Universities Closed: રાજ્યની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજો 15 ફેબ્રુઆરી સુધી બંધ, અભ્યાસ અને પરીક્ષાઓ થશે ઓનલાઈન

|

Jan 05, 2022 | 10:19 PM

આ સમયગાળા દરમિયાન તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોની હોસ્ટેલ પણ બંધ રહેશે. વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Maharashtra Colleges and Universities Closed: રાજ્યની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજો 15 ફેબ્રુઆરી સુધી બંધ, અભ્યાસ અને પરીક્ષાઓ થશે ઓનલાઈન
Uday Samant (File Image)

Follow us on

મહારાષ્ટ્રમાં તમામ યુનિવર્સિટીઓ (Maharashtra universities and colleges closed) અને સંલગ્ન કોલેજોને 15 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવામાં આવી છે. આ દરમિયાન અભ્યાસ અને પરીક્ષાઓ ઓનલાઈન મોડ દ્વારા કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોની હોસ્ટેલ પણ બંધ રહેશે. વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઉદય સામંતે (Uday Samant) બુધવારે એક મહત્વપૂર્ણ બેઠક બાદ આની જાહેરાત કરી હતી.

3 ઓક્ટોબર 2021ના ​​રોજ રાજ્ય સરકારે કોલેજોમાં ઑફલાઈન વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો. જે વિદ્યાર્થીઓએ રસીના બંને ડોઝ લીધા હતા, તેઓને કોલેજમાં આવવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ફરી એકવાર કોરોના સંક્રમણ (Corona in maharashtra) તેજ ગતિએ વધવા લાગ્યુ છે. કોરોનાની સાથે જ કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનનું સંક્રમણ પણ ઝડપથી વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ યુનિવર્સિટી અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પ્રાઈવેટ કોલેજો પર પણ આદેશ લાગુ, માત્ર કૃષિ યુનિવર્સિટીને જ છૂટ

આ નિર્ણયની જાહેરાત કરતા ઉદય સામંતે કહ્યું કે આ આદેશ 15 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે. ખાનગી કોલેજો સહિત તમામ યુનિવર્સિટીઓમાં પણ આ નિર્ણય લાગુ થશે. માત્ર કૃષિ યુનિવર્સિટીઓ અને કોલેજો જ ખુલ્લી રહેશે. આ દરમિયાન, અભ્યાસ અને પરીક્ષાઓ ઓનલાઈન થશે. જો કોઈપણ વિદ્યાર્થી કોઈ કારણોસર પરીક્ષા આપી શકતો ન હોય તો તેમનું વર્ષ બગડે નહીં તે માટે વાઈસ ચાન્સેલરોને વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ગોંડવાના, નાંદેડ, જલગાંવ યુનિવર્સિટીમાં ઈન્ટરનેટની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જો જરૂરી હોય તો ઑફલાઈન મોડમાં પરીક્ષા લેવાની મંજૂરી આપવામાં આવી છે. કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ફરિયાદ નોંધવા માટે હેલ્પલાઈન શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

વિદેશી વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવાની છૂટ આપવામાં આવશે

આ સમયગાળા દરમિયાન તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોની હોસ્ટેલ બંધ રહેશે. પરંતુ અન્ય દેશોના વિદ્યાર્થીઓને તમામ સાવચેતીઓનું ધ્યાન રાખીને હોસ્ટેલમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. જે યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ રસીકરણ કરાવ્યું નથી, તેમને જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. પોલિટેકનિકના વિદ્યાર્થીઓને પણ વહેલા રસીકરણ કરાવવાની સલાહ આપવામાં આવી છે.

ધોરણ 10ની ડ્રોઈંગ પરીક્ષા પણ ઓનલાઈન મોડ દ્વારા લેવામાં આવશે. 10માં ધોરણમાં લેવાતી હોવા છતાં આ પરીક્ષા ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. યુનિવર્સિટી અને કોલેજોમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની હાજરી 50 ટકા રાખવાની સૂચના આપવામાં આવી છે. શિફ્ટ રોટેટ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો :  Corona: મુંબઈમાં કોરોનાનો કહેર! 221 ડોક્ટર મળ્યા પોઝિટીવ, શિવસેના નેતા સંજય રાઉતનો પુરો પરિવાર પણ સંક્રમિત

Next Article