Maharashtra: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્રને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, હત્યાના પ્રયાસના કેસમાં ધરપકડથી મળ્યું રક્ષણ

|

Jan 27, 2022 | 2:11 PM

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના બીજેપી ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેને હત્યાના પ્રયાસના કેસમાં 10 દિવસની ધરપકડથી રક્ષણ આપ્યું છે.

Maharashtra: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્રને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, હત્યાના પ્રયાસના કેસમાં ધરપકડથી મળ્યું રક્ષણ
supreme court (file photo)

Follow us on

સુપ્રીમ કોર્ટે (Supreme court) મહારાષ્ટ્રના બીજેપી ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેને હત્યાના પ્રયાસના કેસમાં 10 દિવસની ધરપકડથી રક્ષણ આપ્યું છે. SCએ રાણેને ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવા અને આગામી 10 દિવસમાં નિયમિત જામીન માટે અરજી કરવા જણાવ્યું છે. હકીકતમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના (Narayan Rane) પુત્ર અને મહારાષ્ટ્રમાં (Maharastra) બીજેપી ધારાસભ્ય નિતેશ રાણે શિવસેનાના કાર્યકર પર થયેલા ખૂની હુમલાને લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.

આ મામલે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. તેણે બોમ્બે હાઈકોર્ટમાંથી આગોતરા જામીનની અરજી રદ કરવાને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. રાણે વતી મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, તેમને રાજકીય બદલાની ભાવનાથી ફસાવવામાં આવ્યા હતા. આ પહેલા 17 જાન્યુઆરીએ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર અને મહારાષ્ટ્રના બીજેપી ધારાસભ્ય નિતેશ રાણેને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો હતો. હાઈકોર્ટ દ્વારા તેમની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી, જોકે હાઈકોર્ટે નિતેશ રાણેની ધરપકડ પર 27 જાન્યુઆરી સુધી રોક લગાવી દીધી હતી જેથી તેઓ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે.

સિંધુદુર્ગમાં કેસ નોંધાયો હતો

નિતેશ રાણે પર શિવસેના કાર્યકર સંતોષ પરબ પર જીવલેણ હુમલામાં સામેલ હોવાનો આરોપ છે. આ મામલે સિંધુદુર્ગમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે જ હાઈકોર્ટે આ કેસના બીજા આરોપી મનીષ દળવીને આગોતરા જામીન આપ્યા હતા. અગાઉ, 13 જાન્યુઆરીએ યોજાયેલી સુનાવણી દરમિયાન, મહારાષ્ટ્ર પોલીસે હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે હત્યાના પ્રયાસ કેસમાં ધારાસભ્ય નિતેશ રાણેની સંડોવણી સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

શું હતો સંતોષ પરબનો આરોપ?

સંતોષ પરબનો આરોપ છે કે, ‘ટુ-વ્હીલર પર જઈ રહ્યા હતા ત્યારે એક કારે મને જોરથી ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે હું રસ્તા પર કૂદીને પડી ગયો. મારા હાથને ગંભીર ઈજા થઈ હતી. હું પડી ગયો હતો અને મારી બાઇક મારી ઉપર પડી હતી. ધક્કો મારતું વાહન સિલ્વર રંગની ઇનોવા હતું જે મને ટક્કર માર્યા બાદ 20-25 ફૂટ આગળ પડી ગયું હતું. તેમાંથી નીચે ઉતર્યા બાદ એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને નિતેશ રાણે અને ગોત્યા સાવંતના નામ લઈને મને ધમકાવવા લાગ્યો અને મારા ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લીધો.

નિતેશ રાણેએ પોતાના બચાવમાં શું દલીલ કરી?

આ મામલે પોતાનો ખુલાસો આપતા નિતેશ રાણેએ કહ્યું કે, ‘મારો આ કેસ સાથે કોઈ સંબંધ નથી. આ બધું શિવસેનાના આંતરિક વિવાદને કારણે શરૂ થયું હતું. શિવસેનામાં બે જૂથ છે. આપણા સિંધુદુર્ગ જિલ્લાના ઉદય સામંતના ભાઈઓ અનિલ પરબ અને રામદાસ કદમ અને કિરણ સામંત અને વિનાયક રાઉત વચ્ચે ટક્કર છે.

 

આ પણ વાંચો: Exam Preparation Tips 2022: બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે, આ રીતે ઓછા સમયમાં કરો તૈયારી

આ પણ વાંચો: SSC CGL Recruitment 2021-22: આવતીકાલથી SSC CGL અરજી ફોર્મમાં કરો સુધારો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

Next Article