Maharashtra : વોર્ડમાં હતો એટલો ધુમાડો કે બાળકોના શરીર કાળા પડવા લાગ્યા હતા

ગઇકાલે રાત્રે મહારાષ્ટ્રના ભંડારામાં જિલ્લા હોસ્પિટલમાં આગ લાગવાથી 10 નવજાત બાળકોના મોત થયા છે અને 7 બાળકોને મુશ્કેલીથી બચાવવામાં આવ્યા છે

Maharashtra : વોર્ડમાં હતો એટલો ધુમાડો કે બાળકોના શરીર કાળા પડવા લાગ્યા હતા
ભંડારામાં જિલ્લા હોસ્પિટલમાં આગ લાગી
| Edited By: | Updated on: Jan 09, 2021 | 2:42 PM

Maharashtra ના ભંડારામાં જિલ્લા હોસ્પિટલમાં આગ લાગવાથી 10 નવજાત બાળકોના મોત થયા છે અને 7 બાળકોને મુશ્કેલીથી બચાવવામાં આવ્યા છે

સમગ્ર ઘટના વિશે માહિતી આપતાં હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું કે, તેમને રાત્રે બે વાગ્યે ફોન આવ્યો કે ચિલ્ડ્રન વોર્ડ SNCU (Sick Newborn Care Unit) માં આગ લાગી છે. આ રૂમમાં 11 બાળકો હતા. આખા રૂમમાં કાળો ધૂમાડો ફેલાય ચૂક્યો હતો અને તે અંદર કઇ પણ જોઇ શક્તા નહોતા, તેમણે વધુ ગાર્ડને મદદ માટે બોલાવ્યા પણ તેઓ કઇ કરી ન શક્યા. છઠ્ઠા અને સાતમા માળને તરત ખાલી કરાવવામાં આવ્યા, તેઓ ફાયર બ્રિગેડની ગાડીમાંથી બાલ્કનીમાં ચઢ્યા અને દરવાજો તથા બારી તોડી નાખી અને અંદર જઇને પહેલા બાળકોને બહાર કાઢ્યા, પરંતુ ત્યાં સુધીમાં અડધા બાળકો બળી ગયા હતા.

અકસ્માત દરમિયાન કોઈ નહોતું વોર્ડમાં

મળતી માહિતી અનુસાર આગ લાગી તે સમયે વોર્ડમાં કોઈ સ્ટાફ મેમ્બર હાજર ન હતુ, તેથી બાળકોને બચાવવામાં સમય લાગ્યો અને આટલા બધા માસૂમ બાળકોએ જીવ ગુમાવવા પડ્યા. હોસ્પિટલના સિવિલ સર્જનએ જણાવ્યું કે, આ હોસ્પિટલની ક્ષમતા 485 પથારીની છે. હવે સવાલ એ છે કે, આગ લાગી ત્યારે હોસ્પિટલના વરિષ્ઠ સભ્યો ક્યાં હતા? ડોકટરો રાત્રે રાઉન્ડ લેતા હતા કે નહીં? આ દરેક સવાલનો જવાબ હોસ્પિટલ મેનેજમેન્ટે આપવો પડશે.

 

આ પણ વાંચો: PM Modiના પ્રવાસી ભારતીય દિવસના સંબોધનની મુખ્ય 10 વાતો, પ્રવાસી ભારતીયોનો માન્યો આભાર

આ પણ વાંચો: ઉતરાયણે આ રાશીને મળશે સાડાસાતીમાંથી રાહત, મકર રાશિમાં સૂર્ય સહિત 5 ગ્રહનો શુભ યોગ, જાણો ફળ