Maharashtra : વરસાદ અને પુરને કારણે પરિસ્થિતિ ભયંકર, કોંકણમાં 6 હજાર લોકો ફસાયા, મુંબઈ-થાણે-પાલઘરમાં રેડ એલર્ટ

|

Jul 23, 2021 | 9:59 AM

Maharashtra Flood : રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને પગલે અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.રાજ્યના ઘણા જિલ્લાઓ જળમગ્ન બની ગયા છે અને પરિસ્થિતિમાં હજી સુધારો જોવા મળી રહ્યો નથી.

Maharashtra : વરસાદ અને પુરને કારણે પરિસ્થિતિ ભયંકર, કોંકણમાં 6 હજાર લોકો ફસાયા, મુંબઈ-થાણે-પાલઘરમાં રેડ એલર્ટ
Maharashtra The situation in Maharashtra is dire due to rains and Flood

Follow us on

MUMBAI : ચોમાસાની સિઝને મહારાષ્ટ્રમાં આફત (Maharashtra Flood)લઈને આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને પગલે અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.રાજ્યના ઘણા જિલ્લાઓ જળમગ્ન બની ગયા છે અને પરિસ્થિતિમાં હજી સુધારો જોવા મળી રહ્યો નથી. હવામાન વિભાગે (The meteorological department) આગામી ત્રણ દિવસ માટે કોંકણ દરિયાકાંઠે (Konkan coast) રેડ અને ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.

મહારાષ્ટ્રના થાણે (Thane), પાલઘર (Palghar)સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે. પાલઘરમાં વરસાદને કારણે ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે પાલઘર-થાણેમાં અવિરત વરસાદને કારણે પરિવહન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું છે.

મહારાષ્ટ્રના કલાઈ ગામ (Kalai village) માં ભૂસ્ખલન (landslides) ને કારણે અનેક લોકો ફસાયા છે. બધે પાણીનો ભરાવ હોવાને કારણે સ્થાનિક વહીવટીતંત્રને અહીં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં મહાદમાં ફસાયેલા લોકોને બચાવવા સેનાની મદદ પણ લેવી પડી હતી.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

મહારાષ્ટ્રના રાયગગઢ (Raigad)માં જુદા જુદા સ્થળોએ આવેલા ભૂસ્ખલનને કારણે ઘણા લોકો ફસાયા છે, જેમાંથી 15 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને 30 લોકો હજી પણ ફસાયેલા છે.

કોંકણમાં 6 હજાર લોકો ફસાયા
વરસાદને લીધે પરિસ્થિતિ એટલી હદે વિકટ થઈ ગઈ છે કે કોંકણ રેલ્વે રૂટ પર સેવા સ્થગિત થવાને કારણે આશરે 6000 મુસાફરો અટવાઈ ગયા છે. રત્નાગીરી જિલ્લામાં વરસાદને કારણે રેલ સેવા બંધ કરાઈ હતી, જેના કારણે આ મુસાફરો અહીં અટવાયા હતા. એનડીઆરએફની ઘણી ટીમો અહીં તૈનાત કરવામાં આવી છે, જે બચાવ કાર્યમાં રોકાયેલા છે.

ચિપલૂન વિસ્તાર પાણીમાં ગરકાવ
સતત વરસાદ બાદ મહારાષ્ટ્રનો ચીપલૂન વિસ્તાર જાણેપાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. અહીંના બસસ્ટેન્ડ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા, સ્થિતિ એ છે કે ડૂબી ગયેલી બસની છત જ દેખાય છે. વરસાદને કારણે ચીપલૂનમાં એવી કઠણાઈ ઉભી થઈ છે કે લોકોના ઘરોમાં એક માળ સુધી પૂરના પાણી ભરાઈ ગયા છે. રત્નાગિરિ જિલ્લાના ચિપલૂનને અડીને આવેલા ઘેડ અને માંગન જેવા વિસ્તારો પણ પૂરમાં ડૂબી ગયા છે, લગભગ 27 ગામોનો સંપર્ક ખોરવાયો છે.

આ વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ
ચીપલૂન, કોલ્હાપુર, સાતારા, અકોલા, યાવતમાલ, હિંગોલી જેવા જિલ્લાઓ એવા વિસ્તારોમાં છે જેમાં મહત્તમ વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત થાણે, પાલઘરમાં હજી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. મહારાષ્ટ્રની કથળતી પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત દિવસે રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી. વડાપ્રધાને સ્થાનિક પરિસ્થિતિની જાણકારી મેળવી અને રાજ્યને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

Published On - 9:23 am, Fri, 23 July 21

Next Article