Maharashtra: સંબંધો થયા શર્મસાર, બાળકી પર બળાત્કાર કરનાર પિતા અને ભાઈની કરાઈ ધરપકડ

|

Jan 31, 2022 | 12:26 PM

મહારાષ્ટ્રના કલ્યાણમાં સંબંધોને શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 16 વર્ષની સગીર છોકરી પર તેના પિતા અને ભાઈએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે.

Maharashtra: સંબંધો થયા શર્મસાર, બાળકી પર બળાત્કાર કરનાર પિતા અને ભાઈની કરાઈ ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra) કલ્યાણમાં સંબંધોને શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 16 વર્ષની સગીર છોકરી પર તેના પિતા અને ભાઈએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના કલ્યાણના કોલસેવાડી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ફરિયાદ બાદ પોલીસે (Maharashtra police) આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પીડિતાએ પોલીસ સ્ટેશન જઈને પાડોશીઓની મદદથી કેસ નોંધાવ્યો છે. પાડોશીઓનું કહેવું છે કે, 16 વર્ષની છોકરીનું તેના પિતા અને ભાઈ દ્વારા કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, છેલ્લા 5 મહિનાથી તેના પિતા અને ભાઈ તેને ટોર્ચર કરતા હતા. યુવતીએ પોલીસને જણાવ્યું કે બંનેએ તેની સાથે મારપીટ કરી અને બળાત્કાર કર્યો. જે બાદ પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.

છોકરાઓ માટે ચા બનાવાની વાતથી ગુસ્સે થયા પિતા

પીડિતા તેના પિતા અને ભાઈ સાથે કોલસેવાડીમાં રહે છે. જ્યારે તેની માતા અને બહેન યુપીના ગામમાં રહે છે. પીડિતાએ જણાવ્યું કે, તેણીએ તેના ઘરે આવેલા કેટલાક છોકરાઓ માટે ચા બનાવી હતી. આનાથી તેના પિતા ખૂબ ગુસ્સે થયા. જે બાદ પિતા ગુસ્સે થઈ ગયા અને તેની સાથે બળાત્કાર કર્યો અને મારપીટ પણ કરી.

પડોશીઓને ઘટનાની જાણ કરી

યુવતીએ પાડોશીઓને તેના બળાત્કારની વાત જણાવી. જે બાદ પાડોશીઓ સગીરને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા. યુવતીએ પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાની જાણકારી આપી. શનિવારે ફરિયાદ બાદ પોલીસે તેના પિતા અને ભાઈ પર પોક્સો એક્ટ, છેડતી અને બળાત્કારનો કેસ નોંધ્યો છે, પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો
Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો

પોલીસ અધિકારીએ કહ્યું કે, આરોપી જંક વર્ક કરે છે. તેણે જણાવ્યું કે પોલીસે આરોપી પિતા અને તેના પુત્રની ધરપકડ કરી લીધી છે. પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે. બંને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મુંબઈમાં પિતા અને ભાઈએ સગીરા પર બળાત્કાર કર્યો

મુંબઈના ધારાવીમાં પણ સંબંધોને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ધારાવી વિસ્તારમાં એક સગીર છોકરીના યૌન શોષણના મામલે સગીર છોકરીના પિતા અને મોટા ભાઈની ધરપકડ કરવામાં આવી છે. ધારાવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ બંને છેલ્લા બે વર્ષથી યુવતીનું દુષ્કર્મ કરતા હતા. બંનેના અત્યાચારથી વ્યથિત યુવતીએ આ વિશે તેના શિક્ષકને જણાવ્યું, જેના પછી પીડિતાની હિંમત વધી અને પછી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે મહાત્મા ગાંધીની હત્યાને ગણાવ્યો વધ, ભાજપે આક્રમકતા સાથે કહ્યું- તેમને મેન્ટલ હોસ્પિટલમાં ભર્તી કરો

આ પણ વાંચો: Maharashtra Cold Wave : મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ પડશે કડકડતી ઠંડી, મુંબઈ હવામાન વિભાગની આવતા અઠવાડિયે વરસાદની આગાહી