મુંબઈના (Mumbai ) ગોરેગાંવ પત્રાચોલ કૌભાંડ કેસમાં સંજય રાઉતની (Sanjay Raut) મુસીબતો ઓછી થતી જણાતી નથી. સંજય રાઉતે જામીન માટે અરજી કરી હતી. તેની જામીન અરજી પર કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માંગ્યો હતો. EDએ શુક્રવારે (16 સપ્ટેમ્બર) કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. EDએ સંજય રાઉત વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી છે. જેના કારણે સંજય રાઉતની મુશ્કેલીઓ પહેલા કરતા વધી ગઈ છે. અત્યાર સુધી માત્ર સંજય રાઉતની પૂછપરછ અને કૌભાંડની તપાસ શરૂ કરવામાં આવી હતી. હવે મામલો આનાથી આગળ વધી ગયો છે.
ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સંજય રાઉત માત્ર ગોરેગાંવના પત્રાચોલ કૌભાંડ સાથે સંબંધિત નથી, પરંતુ તેમાં તેમની સીધી સંડોવણી છે. સરળ શબ્દોમાં કહીએ તો EDએ આરોપ લગાવ્યો છે કે સંજય રાઉત માત્ર સ્કેમર્સના ફક્ત ભાગીદાર નથી, પણ એક સુત્રધાર પણ છે.
માનવામાં આવતું હતું કે 19 સપ્ટેમ્બરની સુનાવણીમાં સંજય રાઉતને રાહત મળશે અને તેમને ન્યાયિક કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવશે જે તેઓ હાલમાં મુંબઈની આર્થર રોડ જેલમાં સજા ભોગવી રહ્યા છે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ વધુ મુશ્કેલીમાં મુકાઈ જશે. EDએ સંજય રાઉતના જામીનનો વિરોધ જ નથી કર્યો, પરંતુ ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ ચાર્જશીટ પીએમએલએ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
અગાઉ, પત્રાચોલ કૌભાંડ કેસમાં સંજય રાઉતના નજીકના સાથી પ્રવીણ રાઉત સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પરંતુ હવે સંજય રાઉતની ધરપકડ બાદ તપાસ ચાલી રહી છે, ત્યારે તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ સાથે સંજય રાઉતની મુશ્કેલીઓ ચોક્કસપણે વધતી જોવા મળી રહી છે.
EDના આરોપો અનુસાર, પ્રવીણ રાઉતની કંપનીને મુંબઈના ગોરેગાંવમાં પત્રાચોલમાં જમીન વિકસાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. શરતોને આધીન, તેઓએ ચોલ હટાવીને 3 હજાર ફ્લેટ બનાવવા પડ્યા. તેમાંથી 672 ફ્લેટ અહીં પહેલાથી રહેતા લોકોને આપવાના હતા અને બાકીના ફ્લેટ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી અને બિલ્ડર વચ્ચે વહેંચવાના હતા. એટલે કે પ્રવીણ રાઉતની કંપનીએ બાકીના ફ્લેટ વેચીને જે નફો મેળવ્યો હોત તેમાંથી ભાગ પડાવ્યો હોત.