મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ શરૂ થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 3-4 દિવસ સુધી રાજ્યભરમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. આગામી સમયમાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. મુંબઈ સહિત મુંબઈના આસપાસના વિસ્તારોમાં રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. મુંબઈ ઉપરાંત જલગાંવના ચાલીસગાંવ વિસ્તાર, ઔરંગાબાદમાં કન્નડ ઘાટ પાસે તબાહી મચાવી છે. નદીઓ અને પ્રવાહોમાં ઘોડાપૂર આવ્યું છે. પર્વત પરથી ભુસ્ખલનની ઘટનાઓ બની રહી છે.
મુંબઈ, થાણે અને આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. કાંદિવલી, બોરીવલી, મલાડ, ગોરેગાંવ, અંધેરી સહિત અનેક વિસ્તારોમાં વરસાદના કારણે ટ્રાફિક ધીમો પડી ગયો છે.
આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. મુંબઈના પૂર્વ અને પશ્ચિમ રાજમાર્ગો પર સંપૂર્ણ અંધકાર છે. આ વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર કલાક ભારે વરસાદની આગાહી છે. પાલઘર જિલ્લામાં પશ્ચિમ ધારના પટ્ટામાં વરસાદની તીવ્રતામાં ભારે વધારો થયો છે.
જલગાંવના ચાલીસગાંવ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ રહિ છે. ઘરો, દુકાનો, નદીઓ અને નાળા બધે જ પાણી દેખાય રહ્યા છે. કોદગાવ અને વલથાણ ડેમ તિતુર ડોંગરી નદીના મૂળ સુધી ભરાઈ ગયા હતા. નદીના પૂરથી ઘણી દુકાનોને અસર થઈ હતી. ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા. બંને પુલ ઉપર પાણી વહી રહ્યું છે. આ કારણે ચાલીસગાંવથી ઔરંગાબાદ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. SDRFની ટીમ ચાલીસગાંવ પહોંચી છે.
જલગાંવમાં ચાલીસગાંવ અને ઔરંગાબાદને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 211 પર કન્નડ ઘાટ પર ટ્રાફિક અટકી ગયો છે. આ રસ્તો સંપૂર્ણપણે બંધ છે. પહાડ પરથી પડતા પથ્થરને કારણે ઘણા વાહનો કાદવમાં ફસાઈ ગયા. પોલીસે ચાલીસગાંવથી ઔરંગાબાદ જવા માટે કેટલાક અન્ય માર્ગનો ઉપયોગ કરવાની માહિતી જારી કરી છે.
પરંતુ જેઓ આવ્યા છે, તેમને વાહનોની કતારોના કારણે પાછા જવાની જગ્યા મળી રહી નથી. આ ખડકો ઔરંગાબાદ-ધુલે હાઇવે નજીક આવેલા કન્નડ ઘાટ પર પડી છે. સ્થાનિક વહીવટ તરફથી મદદની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘાટ પર હજુ પણ વરસાદ વરસી રહ્યો છે.
આ પણ વાંચો: Navsari : ફળફળાદિ ચીકુના પાકમાં માખીઓનો ઉપદ્રવ વધ્યો, ખેડૂતોને નુકસાનની ભીતિ