Maharashtra Weather Alert: મહારાષ્ટ્રમાં ફરી થશે ભારે વરસાદ, 24 જિલ્લામાં એલર્ટ જાહેર

|

Jul 18, 2022 | 9:11 AM

આગામી 24 કલાક માટે હવામાન વિભાગે (Meteorological Department) ગોંદિયા અને વાશિમ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ (orange alert) જાહેર કર્યું છે. આ ઉપરાંત 22 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

Maharashtra Weather Alert: મહારાષ્ટ્રમાં ફરી થશે ભારે વરસાદ, 24 જિલ્લામાં એલર્ટ જાહેર
Weather Alert Maharashtra

Follow us on

બે દિવસની રાહત બાદ ફરી એકવાર મહારાષ્ટ્રમાં ભારે વરસાદની (Maharashtra Rain) આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રાજ્યના 22 જિલ્લાઓ માટે યલો એલર્ટ અને 2 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ (IMD Weather Forecast) જાહેર કર્યું છે. ગોંદિયા અને વાશિમ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદને લઈને હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગના નિષ્ણાત કે. એસ. હોસાલીકરે ટ્વિટ કરીને વરસાદને લગતા એલર્ટ વિશે માહિતી આપી છે. તેમણે આગાહી કરી છે કે આગામી ચારથી પાંચ દિવસ સુધી મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેશે. જેમાં આગામી ત્રણ દિવસ સુધી મુશળધાર વરસાદ પડશે.

આગામી 24 કલાક માટે હવામાન વિભાગે ગોંદિયા અને વાશિમ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય જે 22 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમાં પુણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, સતારા, કોલ્હાપુર, બીડ, લાતુર, નાંદેડ, પરભણી, હિંગોલી, ઔરંગાબાદ, જાલના, બુલઢાણા, અકોલા, યવતમાલ, અમરાવતી, વર્ધા, નાગપુર, ચંદ્રપુર, ભંડારા અને ગઢચિરોલીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં ક્યાંક મુશળધાર વરસાદ અને કેટલાક સ્થળોએ હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હવામાન વિભાગનું ટ્વિટ, આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડશે

બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 4 જિલ્લા સિવાયના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ

આગામી બે-ત્રણ દિવસ સુધી મહારાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ઓછો કે કેટલાંક વિસ્તારોમાં વધારે વરસાદ પડશે. ગોંદિયા અને ગઢચિરોલીમાં સોમવારે ઓરેન્જ એલર્ટ રહેશે. એ જ રીતે, સોલાપુર, સાંગલી, સિંધુદુર્ગ અને ઉસ્માનાબાદ, આ ચાર જિલ્લાઓને બાદ કરતાં, બાકીના મહારાષ્ટ્રમાં સોમવારે પણ યલો એલર્ટ ચાલુ રહેશે.

છેલ્લા બે અઠવાડિયાથી મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી મચી ગઈ છે. જેના કારણે મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લા સહિત તેની આસપાસના વિસ્તારોમાં લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. કોલ્હાપુર, મરાઠવાડા, વિદર્ભ વિસ્તારમાં પૂરની સ્થિતિ છે. ગઢચિરોલી, નાસિક, હિંગોલી, પરભણી, નાંદેડમાં સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 102 થી વધુ લોકોના મોત થયા છે. ઘણા ગામોનો અન્ય વિસ્તારો સાથે સંપર્ક તૂટી ગયો છે. જનજીવન થંભી ગયું છે. રાજ્યભરમાં 14 NDRF અને 5 SDRFની ટીમો બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Published On - 7:37 am, Mon, 18 July 22

Next Article