Maharashtra Corona Guidelines: મહારાષ્ટ્રમાં લાદવામાં આવ્યું મીની લોકડાઉન, પરંતુ વેપારીઓ, દુકાનદારો અને ધાર્મિક સ્થળોને છોડી દેવામાં આવ્યા, જાણો શું છે કારણ? 

|

Jan 09, 2022 | 8:16 PM

રવિવારથી લાગુ કરાયેલા મિનિ-લોકડાઉન (Mini lockdown in Maharashtra) સંબંધિત નવા નિયમોમાં ન તો મંદિરો કે ધાર્મિક સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને ન તો દુકાનદારો અને વેપારીઓ માટે કોઈ નવા નિયમોનો ઉલ્લેખ છે. દુકાનદારો, વેપારીઓ અને શ્રદ્ધાળુઓને છૂટ આપવામાં આવી છે. આનું કારણ શું છે?

Maharashtra Corona Guidelines: મહારાષ્ટ્રમાં લાદવામાં આવ્યું મીની લોકડાઉન, પરંતુ વેપારીઓ, દુકાનદારો અને ધાર્મિક સ્થળોને છોડી દેવામાં આવ્યા, જાણો શું છે કારણ? 
Indicative Image

Follow us on

મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નિયમો અને નિયંત્રણોની નવી નિયમાવલી (Maharashtra new corona guidelines) જાહેર કરી છે. આ અંતર્ગત શોપિંગ મોલ અને કોમ્પ્લેક્સ, હોટલ અને રેસ્ટોરન્ટ, હેર સલૂન, જીમ અને બ્યુટી પાર્લરને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. રેસ્ટોરન્ટને રાત્રે 10 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે, માત્ર હોમ ડિલિવરી 24 કલાક માટે ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

પરંતુ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) આદેશથી શનિવારે રાત્રે જારી કરાયેલા અને રવિવારથી લાગુ થનારા આ મિની-લોકડાઉન (Mini lockdown in maharashtra) સંબંધિત નવા નિયમો અને પ્રતિબંધોમાં મંદિરો કે ધાર્મિક સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. દુકાનદારો અને વેપારીઓ માટે પણ કોઈ નવા નિયમનો ઉલ્લેખ નથી. દુકાનદારો, વેપારીઓ અને શ્રદ્ધાળુઓને નવી માર્ગદર્શિકાના નિયંત્રણોમાંથી મુક્તિ આપવામાં આવી છે. આનું કારણ શું છે ?

કોરોનાની નવી માર્ગદર્શિકા જાહેર થયા બાદ સીએમ ઉદ્ધવ ઠાકરે દ્વારા આપવામાં આવેલા નિર્દેશોમાં તેનું કારણ સ્પષ્ટ છે. નવી માર્ગદર્શિકા જાહેર કર્યા પછી, મુખ્યમંત્રીએ શનિવારે રાત્રે જ એક વિશેષ સંદેશ જાહેર કર્યો. તેણે આ મેસેજમાં લખ્યું છે કે, અમે લોકડાઉન લાદીને બધું રોકવા માંગતા નથી. આજીવિકા બંધ કરવા માંગતા નથી. જીવનની ગતિને રોકવાનો અમારો ઉદ્દેશ્ય નથી. પરંતુ કેટલાક નિયમો અને નિયંત્રણોને અનુસરીને રાજ્યને હંમેશા માટે કોરોના વાયરસથી મુક્ત કરવાનો ઉદેશ્ય છે. નિયમોનું પાલન ન થાય તો કડક કાર્યવાહી કરવા તમામ વિભાગો અને પોલીસને સૂચના આપવામાં આવી છે. અહીં-તહીં વગર કારણથી ફરીને કોરોનાવાહક ન બનો.

કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વેપારીઓની કમર તૂટી ગઈ હતી

કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન લૉકડાઉન સંબંધિત પ્રતિબંધોએ વેપારીઓની કમર તોડી નાખી હતી. મંદિરો અને ધાર્મિક સ્થળો બંધ થવાને કારણે સંબંધિત રોજગાર પર પણ સંકટ સર્જાયું હતું. આ અનુભવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ વખતે વેપારીઓ અને દુકાનદારોને રાહત આપી છે અને કડક નિયંત્રણોથી દૂર રાખ્યા છે.

મંદિરો અને ધાર્મિક સ્થળોને પ્રતિબંધોમાંથી આ કારણથી  મુક્તિ આપવામાં આવી

ભાજપ દ્વારા સમગ્ર મહારાષ્ટ્રમાં મંદિર ખોલો આંદોલન કરવામાં આવ્યું હતું. આ વાતની મજાક પણ ઉડાવવામાં આવી હતી કે, રાજ્યમાં દારૂ ચાલુ છે,  પરંતુ દર્શન બંધ છે. રાજ્ય સરકારને દારૂડિયાઓની ચિંતા છે પણ ભક્તોની ચિંતા નથી. આ જ કારણ છે કે આ વખતે ઠાકરે સરકારે નવા પ્રતિબંધોને લગતી માર્ગદર્શિકામાં મંદિરો અને ધાર્મિક સ્થળોનો ઉલ્લેખ પણ કર્યો નથી. એટલું ચોક્કસપણે કહેવાયું છે કે આવનારા સમયમાં લોકો કોરોના સંબંધિત નિયમોનું કડકાઈથી પાલન નહીં કરે તો રાજ્ય સરકાર કડકાઈ વધારશે. પછી સંભવતઃ દુકાનો અને મંદિરો સહિત તમામ ધાર્મિક સ્થળો પર પણ પ્રતિબંધો લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો : જીમ અને બ્યુટી પાર્લર 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની મંજૂરી, મહારાષ્ટ્ર સરકારે કોરોના માર્ગદર્શિકામાં કર્યો સુધારો

Next Article