Maharashtra : મુંબઈ પોલીસે દરોડામાં પકડ્યું 2435 કરોડનું ડ્રગ્સ, 7 આરોપીઓની ધરપકડ

|

Aug 18, 2022 | 8:37 AM

મહારાષ્ટ્રમા (Maharashtra ) પકડાયેલા ડ્રગ્સ કેસમાં તપાસ આગળ વધી હતી. પોલીસને આરોપી પ્રેમશંકર સિંહ દ્વારા માહિતી મળી હતી કે તે ગુજરાતમાં અંકલેશ્વરથી મોટા પાયે ડ્રગ્સ બનાવે છે.

Maharashtra : મુંબઈ પોલીસે દરોડામાં પકડ્યું 2435 કરોડનું ડ્રગ્સ, 7 આરોપીઓની ધરપકડ
Mumbai police seized drugs worth 2435 crores in raids, arrested 7 accused

Follow us on

મુંબઈ (Mumbai ) પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલે બે દરોડામાં લગભગ 2435 કરોડ રૂપિયાનું ડ્રગ્સ (Drugs ) જપ્ત કર્યું છે. સાથે જ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી પાંચ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જ્યારે બે આરોપી પોલીસ કસ્ટડીમાં છે. સમગ્ર મામલો આ વર્ષે 29 માર્ચનો છે જ્યારે પોલીસે બાતમીના આધારે મુંબઈના ગોવંડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને સમીઉલ્લા ખાન નામના ડ્રગ પેડલરને પકડી પાડ્યો હતો, જેની પાસેથી અઢીસો ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત 36 લાખ 50 હજાર રૂપિયા હતી.

સમીઉલ્લા પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે આરોપી નંબર બે અયુબ શેખની ધરપકડ કરી હતી. જેમની પાસેથી અઢી કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 4 કરોડ રૂપિયા હતી. બંને આરોપીઓની ધરપકડ બાદ પોલીસે 2 વચેટિયાઓની ધરપકડ કરી હતી. જેમાંથી એક મહિલા આરોપી રેશ્મા ચંદન અને બીજી રિયાઝ મેમણ છે.

ગેંગના માસ્ટરમાઇન્ડની ધરપકડ

પોલીસે કુલ 4 આરોપીઓને ઝડપી લીધા હતા. જે બાદ પોલીસે તેમની તપાસ આગળ વધારી હતી અને આ સમગ્ર રેકેટનો સૌથી મોટો માસ્ટરમાઈન્ડ એટલે કે આરોપી નંબર 5 પ્રેમશંકર સિંહ ઝડપાઈ ગયો હતો. આ પ્રેમશંકર એ જ આરોપી છે જે તમામ ડ્રગ્સ બનાવતો હતો. પોલીસે પ્રેમશંકર સિંહના ગોડાઉનમાં દરોડો પાડીને 701 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1403 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પ્રેમશંકરની ધરપકડ બાદ આરોપી નંબર 6 કિરણ પવારની ધરપકડ કરવામાં આવી હતી. જે અંબરનાથની એક ફેક્ટરીનો મેનેજર છે. તેમાંથી પણ પોલીસે 450 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જેની કિંમત 90 લાખ રૂપિયા હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગુજરાતમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા

મહારાષ્ટ્રમા પકડાયેલા ડ્રગ્સ કેસમાં તપાસ આગળ વધી હતી. પોલીસને આરોપી પ્રેમશંકર સિંહ દ્વારા માહિતી મળી હતી કે તે ગુજરાતમાં અંકલેશ્વરથી મોટા પાયે ડ્રગ્સ બનાવે છે. જે બાદ પોલીસે 13 ઓગસ્ટના રોજ ગુજરાતના અંકલેશ્વરમાં દરોડો પાડીને ગિરિરાજ દીક્ષિત નામની વ્યક્તિની ધરપકડ કરી હતી. જેમની પાસેથી પોલીસે 513 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જેની બજાર કિંમત આશરે 1026 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

Next Article