Maharashtra Monsoon: મહારાષ્ટ્રમાં 5 થી 8 જૂન સુધી ચોમાસાની થશે શરૂઆત! આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ, IMDએ આપી માહિતી

|

May 19, 2022 | 10:28 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) રહેતા લોકોને ટૂંક સમયમાં રાહત મળવાની છે. છેલ્લા ત્રણ મહિનાથી વધી રહેલા ઉનાળાનો કહેર ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે.

Maharashtra Monsoon: મહારાષ્ટ્રમાં 5 થી 8 જૂન સુધી ચોમાસાની થશે શરૂઆત! આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ, IMDએ આપી માહિતી
Maharashtra Monsoon 2022

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra) રહેતા લોકોને ટૂંક સમયમાં રાહત મળવાની છે. છેલ્લા ત્રણ મહિનાથી વધી રહેલા ઉનાળાનો કહેર ટૂંક સમયમાં બંધ થવા જઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં 5 જૂને ચોમાસુ દસ્તક આપવાનું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ અંદાજ આપ્યો છે. દક્ષિણ પૂર્વ ચોમાસું 16મી મેના રોજ આંદામાન એટલે કે બંગાળની ખાડીમાં આવી ગયું છે. તેમજ હવામાન વિભાગે આગામી સપ્તાહના અંત સુધીમાં કેરળમાં ચોમાસું શરૂ થવાની વાત કહી છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 જૂનથી 8 જૂન વચ્ચે ચોમાસું પ્રવેશશે.

ભારતીય હવામાન વિભાગના નિષ્ણાત કે.એસ. હોસાલીકરે રાજ્યમાં ખરીફ સિઝનની સમીક્ષા કરવા માટે બોલાવેલી બેઠકમાં આ માહિતી આપી છે. આ વખતે ખરીફ પાક માટે જરૂરીયાત મુજબ વરસાદ થશે કે કેમ તે મુદ્દે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સવાલો એ હતા કે, આ વખતે સમગ્ર મહારાષ્ટ્રમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે કે, સરેરાશ રહેશે કે ઓછો? આ સાથે કેએસ હોસાલીકરે માહિતી પણ આપી કે આખું મહારાષ્ટ્ર ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યું છે, રાજ્યમાં ક્યારે પ્રવેશ કરશે?

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

IMDની આગાહી, 5થી 8 જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં ચોમાસુ

ચોમાસું 5 જૂને કોંકણમાં પહોંચશે, આગમનની તારીખ 7-8 જૂન સુધી

આ બેઠકમાં કેએસ હોસાલિકરે આપેલી માહિતી મુજબ 5 જૂન સુધીમાં કોંકણ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની નજીક દસ્તક આપશે અને 7-8 જૂન સુધીમાં મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોને આવરી લેશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16 મેના રોજ આંદામાનમાં પ્રવેશેલું ચોમાસું 27 મેના રોજ કેરળમાં દસ્તક આપશે.

ચોમાસું ખેડૂતોને સાથ આપશે, આ વખતે સારો વરસાદ થશે

આ વખતે મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તાર માટે સારા સમાચાર છે, જે અવારનવાર દુષ્કાળની ઝપેટમાં આવે છે. હવામાન વિભાગે અહીં પણ સરેરાશથી વધુ વરસાદની આગાહી કરી છે. સમગ્ર મહારાષ્ટ્રની વાત કરીએ તો આ વખતે સારો વરસાદ થશે. દેશમાં લા નીના સંબંધિત સ્થિતિની પણ આગાહી કરવામાં આવી છે.

 

Next Article