Maharashtra: આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનારની બેંગ્લોરમાંથી ધરપકડ, પોતાને ગણાવી રહ્યો છે સુશાંત સિંહ રાજપૂતનો ફેન

|

Dec 23, 2021 | 5:51 PM

આરોપીએ ધમકીભર્યા મેસેજ મોકલીને લખ્યું હતું- 'તે સુશાંતસિંહ રાજપુતને માર્યા, પછીનો નંબર તારો હશે.' આરોપીએ આદિત્ય ઠાકરેને અપશબ્દો પણ કહ્યા હતા. સાયબર પોલીસે આરોપી સુધી પહોંચવા માટે ટેકનિકલ મદદ લીધી હતી જેમાં જાણવા મળ્યું હતું કે આરોપી બેંગલુરુમાં છે.

Maharashtra: આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનારની બેંગ્લોરમાંથી ધરપકડ, પોતાને ગણાવી રહ્યો છે સુશાંત સિંહ રાજપૂતનો ફેન
Aaditya Thackeray (File Photo)

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra) સરકારના મંત્રી અને સીએમ ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) પુત્ર આદિત્ય ઠાકરેને (Aditya Thackeray) જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. 34 વર્ષીય આરોપીની પશ્ચિમ ક્ષેત્રીય સાયબર પોલીસે કર્ણાટકની રાજધાની બેંગલુરુથી ધરપકડ કરી છે. આરોપીએ પોતાને સુશાંત સિંહ રાજપૂતનો (Sushant Singh Rajput) ફેન ગણાવ્યો છે. તેનો આરોપ છે કે આદિત્ય ઠાકરેએ સુશાંતની હત્યા કરાવી હતી. આરોપીઓએ ઠાકરેના વોટ્સએપ પર ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા અને ત્રણ ધમકીભર્યા કોલ પણ કર્યા હતા. જો કે આ કોલ્સ આદિત્યએ ક્યારેય રિસીવ કર્યા નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ 8 ડિસેમ્બરની મધ્યરાત્રિએ આદિત્ય ઠાકરેના વોટ્સએપ પર ધમકી ભર્યા મેસેજ કર્યા હતા. આરોપીએ સુશાંત સિંહ રાજપૂતના મોત માટે આદિત્ય ઠાકરેને જવાબદાર ઠેરવ્યા હતા. આ પછી આરોપીએ આદિત્ય ઠાકરેને ત્રણ વખત ફોન પણ કર્યો હતો. ઠાકરેએ તેના અજાણ્યા કોલ રિસિવ કર્યા ન હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

‘તમે સુશાંત સિંહ રાજપૂતને માર્યા, પછીનો નંબર તમારો હશે’

આરોપીએ ધમકીભર્યા મેસેજ મોકલીને લખ્યું હતું- ‘તે સુશાંતસિંહ રાજપુતને માર્યા, પછીનો નંબર તારો હશે.’ આરોપીએ આદિત્ય ઠાકરેને અપશબ્દો પણ કહ્યા હતા. સાયબર પોલીસે આરોપી સુધી પહોંચવા માટે ટેકનિકલ મદદ લીધી હતી જેમાં જાણવા મળ્યું હતું કે આરોપી બેંગલુરુમાં છે. પોલીસે છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) 14 જૂન 2020ના રોજ મુંબઈમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મીડિયામાં સમાચાર આવ્યા કે અભિનેતાએ આત્મહત્યા કરી લીધી છે પરંતુ હજુ સુધી મૃત્યુનું રહસ્ય ઉકેલાયું નથી.

ઉદ્ધવની તબિયતને કારણે આદિત્ય પહેલેથી જ પરેશાન છે!

મહારાષ્ટ્રમાં વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે, પરંતુ કાર્યવાહીમાં સીએમ ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray) ગેરહાજરી એક મુદ્દો બની રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે (Chandrakant Patil) બુધવારે કહ્યું કે જો ઉદ્ધવ સ્વસ્થ નથી તો તેમણે વિધાનસભામાં ન આવવું જોઈએ. જો તેમને એનસીપી અને કોંગ્રેસમાં વિશ્વાસ ન હોય તો પુત્ર આદિત્ય ઠાકરેને પ્રભારી મુખ્યમંત્રી બનાવવા જોઈએ. જોકે, આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે તેમના પિતાની તબિયત સારી છે.

તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ સર્વિકલ સ્પોન્ડિલાઈટિસની સર્જરી કરાવી છે. હાલમાં તેઓ રીકવરી કરી રહ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખીને વિધાનસભાનું શિયાળુ સત્ર નાગપુરને બદલે મુંબઈમાં યોજાઈ રહ્યું છે કારણ કે ઉદ્ધવ ઠાકરેને ડોક્ટરોએ ફ્લાઈટમાં મુસાફરી કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે મુખ્યમંત્રીની તબિયત સારી નથી. આ સ્થિતિમાં તેમને એવું કોઈ કામ કરવાની જરૂર નથી કે જેનાથી તેમના સ્વાસ્થ્યને નુકસાન થાય. તેમણે પોતાની જવાબદારીનો હવાલો અન્ય મંત્રી અથવા તેમના પસંદગીના અન્ય વ્યક્તિને આપવો જોઈએ. જો કોઈ પર ભરોસો ન હોય તો પુત્ર આદિત્ય ઠાકરેને હવાલો સોંપવો જોઈએ, પરંતુ એવું લાગે છે કે ઉદ્ધવને તેમનામાં પણ વિશ્વાસ નથી.

 

આ પણ વાંચો :  Maharashtra : વિધાનસભામાં CM ઉદ્ધવ ઠાકરેની ગેરહાજરીને લઈને BJP પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ આકરા પાણીએ

Next Article