Maharashtra Lockdown: ઓક્સિજનની માંગ અને દર્દીઓની સંખ્યામાં વધશે તો મહારાષ્ટ્રમાં લાગી શકે છે લોકડાઉન, આરોગ્ય પ્રધાને આપ્યા સંકેત 

રાજેશ ટોપેએ કહ્યું કે 'જ્યારે ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 1000 પર પહોંચી જશે, ત્યારે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જશે. જો કોરોના અને ઓમિક્રોનના દર્દીઓ આ રીતે વધતા રહેશે અને રોજની ઓક્સિજનની જરૂરિયાત 800 મેટ્રિક ટન સુધી પહોંચશે તો ફરી એકવાર રાજ્યમાં લોકડાઉન (Lockdown in Maharashtra) લાગુ કરવું જરૂરી બની જશે.

Maharashtra Lockdown: ઓક્સિજનની માંગ અને દર્દીઓની સંખ્યામાં વધશે તો મહારાષ્ટ્રમાં લાગી શકે છે લોકડાઉન, આરોગ્ય પ્રધાને આપ્યા સંકેત 
Rajesh Tope, Health Minister of Maharashtra
| Edited By: | Updated on: Dec 25, 2021 | 10:41 PM

મહારાષ્ટ્રમાં કોરોના અને કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોન (Omicron)ના વધતા જતા ખતરાને જોતા ફરી એકવાર લોકડાઉનનો ભય ઉભો થયો છે. આ ડરને મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે (Rajesh Tope)એ વધારે વેગ આપ્યો છે. હવે આ સંખ્યા 1400 પર પહોંચી ગઈ છે. ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા પણ 100ના આંકડે પહોંચી રહી છે. જ્યારે ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 1000 સુધી પહોંચી જશે, ત્યારે સ્થિતિ વધુ ખરાબ થશે. જો કોરોના અને ઓમિક્રોનના દર્દીઓ આ રીતે વધતા રહેશે અને રોજની ઓક્સિજનની જરૂરિયાત 800 મેટ્રિક ટન સુધી પહોંચશે તો ફરી એકવાર રાજ્યમાં લોકડાઉન (Lockdown in Maharashtra) લાદવું જરૂરી બની જશે.

 

 

રાજેશ ટોપે જાલનામાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે ફરી એકવાર લોકડાઉન લાગુ કરવાના પ્રશ્નનો જવાબ આપતા તેમણે રાહતની વાત કહી કે ભલે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ આ દર્દીઓ હોસ્પિટલોમાં ICUમાં નથી પહોંચી રહ્યા કે ઓક્સિજન આપવાની જરૂર પણ સામે આવી નથી. જો ઓક્સિજનની માંગ વધશે તો લોકડાઉન પર ફરીથી વિચાર કરવામાં આવશે.

 

‘જો આવી સ્થિતિ ઉભી થશે તો લોકડાઉન થશે’

રાજેશ ટોપેએ કહ્યું કે ભૂતકાળના અનુભવોના આધારે એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યારે રોજની ઓક્સિજનની જરૂરિયાત 800 મેટ્રિક ટન સુધી પહોંચી જશે, ત્યારે લોકડાઉન લાગુ કરવું જરૂરી બનશે. પરંતુ ઓમિક્રોનના ફેલાવાની ઝડપ ખૂબ જ ઝડપી છે. આવી સ્થિતિમાં જો 500 મેટ્રિક ટનની જરૂરિયાત પણ ઊભી થાય તો લોકડાઉન પર વિચાર કરી શકાય છે.

 

 

‘લોકડાઉનથી બચવું હોય તો કોરોનાના નિયમોનું પાલન કરો’

રાજેશ ટોપેએ કહ્યું કે ‘ઓમિક્રોનના ફેલાવાની ઝડપ ખૂબ જ વધારે છે. વિદેશોમાં એક દિવસમાં ઓમિક્રોન બમણી ઝડપે વધી રહ્યો છે. મહારાષ્ટ્ર કરતાં ક્ષેત્રફળમાં નાના એવા ફ્રાન્સમાં એક દિવસમાં ઓમિક્રોનના એક લાખ કેસ નોંધાઈ રહ્યા છે. અમે નથી ઈચ્છતા કે લોકોને લોકડાઉન અથવા કડક પ્રતિબંધોનો સામનો કરવો પડે, તેથી મારી લોકોને અપીલ છે કે તેઓ કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર (CAB) ને ફોલો કરે અને ફેસ પર માસ્ક પહેરે.

 

 

મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યુ લાગુ, મુંબઈમાં નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ

જણાવી દઈએ કે ઓમિક્રોન અને કોરોનાના જોખમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લગાવી દીધો છે. આવી સ્થિતિમાં જાહેર સ્થળોએ પાંચથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત લગ્ન, જાહેર કાર્યક્રમો, સિનેમાઘરો, હોટલ-રેસ્ટોરન્ટમાં પણ લોકોની હાજરીની મર્યાદા નક્કી કરવામાં આવી છે. BMCએ મુંબઈમાં નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય દુબઈથી આવતા લોકો માટે એક સપ્તાહ હોમ ક્વોરેન્ટાઈન અને RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે.

 

 

આ પણ વાંચો : મહિલાઓના સન્માનને ધ્યાનમાં રાખીને બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય, પરવાનગી વગર મહિલાને સ્પર્શ કરવો ગુનો