મહારાષ્ટ્રમાં 31 જુલાઈ સુધી લંબાવાયુ લોકડાઉન, મુંબઈમા માસ્ક નહી પહેરનારે ભરવો પડશે 1000નો દંડ

|

Jun 29, 2020 | 1:25 PM

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન આગામી 31 જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે કર્યો છે. લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુની દુકાનો જે પ્રમાણે હાલમાં ખુલે છે તે જ મુજબ 31મી જુલાઈ સુધી ખુલ્લી રાખવાનો આદેશ સરકારે કર્યો છે. મુંબઈમાં માસ્ક નહી પહેરનાર પાસેથી રૂ. 1 હજારનો દંડ વસૂલાશે. સમગ્ર દેશમા કોરોના પોઝીટીવના સૌથી વધુ […]

મહારાષ્ટ્રમાં 31 જુલાઈ સુધી લંબાવાયુ લોકડાઉન, મુંબઈમા માસ્ક નહી પહેરનારે ભરવો પડશે 1000નો દંડ

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન આગામી 31 જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે કર્યો છે. લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુની દુકાનો જે પ્રમાણે હાલમાં ખુલે છે તે જ મુજબ 31મી જુલાઈ સુધી ખુલ્લી રાખવાનો આદેશ સરકારે કર્યો છે. મુંબઈમાં માસ્ક નહી પહેરનાર પાસેથી રૂ. 1 હજારનો દંડ વસૂલાશે. સમગ્ર દેશમા કોરોના પોઝીટીવના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. રાજ્યના મુખ્ય સચિવ રાજીવ મહેતાએ લોકડાઉનનો સમયગાળો વધારવાનો આદેશ કરતા કહ્યું છે કે કોરોનાનુ સંક્રમણ વધવાની દહેશત છે. તેથી સંક્રમણને કાબુમાં લેવા માટે લોકડાઉન વધારવુ જરૂરી છે. જો કે દુધ, દવા અને શાકભાજીની દુકાનો રોજબરોજ ખોલી શકાશે તો ઓડ અને ઈવન પધ્ધતિએ અન્ય દુકાનો પણ ખોલી શકાશે. આની સાથે સાથે કચેરીઓ માટે કર્મચારીઓની સંખ્યા નિયંત્રીત કરેલ છે તે યથાવત રહેશે. તો જે તે જિલ્લા કે મહાનગરોમાં પરીસ્થિતિ મુજબ જિલ્લા કલેકટર કે મ્યુનિસિપલ કમિશનર યોગ્ય નિર્ણય લઈ શકશે. કોરોનાના કેસ સૌથી વધુ મુંબઈ શહેરમાં જ છે તેથી મુંબઈમાં માસ્ક નહી પહેરનારા પાસેથી રૂ. 1000નો દંડ વસૂલવાનો નિર્ણય કર્યો છે. દંડ વસૂલવા માટે બીએમસી અને પોલીસને દંડનીય કાર્યવાહી કરવાની સત્તા આપી છે.

Next Article