મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની (Nawab Malik) ન્યાયિક કસ્ટડી 22 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. નવાબ મલિકની જ્યુડિશિયલ કસ્ટડીનો (Judicial Custody) આજે અંત આવ્યો હતો. EDએ તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે ફરી એકવાર તેની ન્યાયિક કસ્ટડી 22 એપ્રિલ સુધી લંબાવી હતી. દરમિયાન, નવાબ મલિકે સુપ્રીમ કોર્ટમાં ઇડીએ કરેલી ધરપકડને પડકારી છે અને તેમની સામેના આરોપોને રદ કરવાની માંગ કરી છે. નવાબ મલિક વતી પ્રખ્યાત વકીલ કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં હાજર થવાના છે. હાઇકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે સ્પેશિયલ સેશન્સ કોર્ટનો નિર્ણય ખોટો નથી બની જતો કારણ કે, નિર્ણય તેમની તરફેણમાં નથી.
આ પછી નવાબ મલિક સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. પરંતુ આજે (18 એપ્રિલ, સોમવાર) સુપ્રિમ કોર્ટના નિર્ણય પહેલા તેની ન્યાયિક કસ્ટડી પુરી થતા તેને ફરી એકવાર સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલ કોર્ટે તેની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવવાનો નિર્ણય કર્યો હતો. નવાબ મલિક હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.
અગાઉ, એક મોટી કાર્યવાહીમાં, ઇડીએ નવાબ મલિકની આઠ મિલકતો જપ્ત કરી છે. આ મિલકતો મુંબઈ અને ઉસ્માનાબાદમાં ખરીદવામાં આવી હતી. આરોપ છે કે આ મિલકતો મની લોન્ડરિંગના પૈસાથી જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરવામાં આવેલી મિલકતોમાં મુંબઈના બાંદ્રાનું ઘર છે જ્યાં નવાબ મલિકનો પરિવાર રહે છે.
નવાબ મલિક પર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટ સાથે જોડાયેલા લોકો સાથે મુંબઈના કુર્લામાં જમીનના સોદા કરવાનો આરોપ છે. વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે આ સોદામાં જમીનના માલિક મુનીરા પ્લમ્બરને એક પૈસો પણ આપવામાં આવ્યો નથી. દબાણ હેઠળ દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી શાલ વલી ખાન અને સલીમ પટેલને જમીન માટે પાવર ઓફ એટર્ની આપવામાં આવી હતી. નવાબ મલિકે બંને પાસેથી જમીનનો સોદો કર્યો હતો. 300 કરોડની કિંમતની આ જમીન 30 લાખમાં ખરીદવાનું નક્કી થયું હતું. આમાં પણ નવાબ મલિકે માત્ર 20 લાખ રૂપિયા આપ્યા હતા. આ ડીલના બદલામાં 55 લાખ રૂપિયા દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ફડણવીસે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ પછી મુંબઈમાં ત્રણ બ્લાસ્ટ થયા હતા. એટલે કે આ ડીલમાં ડી કંપનીના હાથમાં જે પૈસા આવ્યા તે ટેરર ફંડિંગમાં લગાવવામાં આવ્યા.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો