Corona Virus: મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવા પ્રતિબંધ લાગૂ, જાણી લો નવી ગાઈડલાઈન્સ

|

Apr 21, 2021 | 11:51 PM

મહારાષ્ટ્રમાં મિનિ લોકડાઉન થયા છતાં સતત કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. વધતા કોરોનાના સંકટ વચ્ચે મહારાષ્ટ્રમાં એક વખત ફરી કડક નિયમો લાગૂ કરવામાં આવ્યા છે.

Corona Virus: મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવા પ્રતિબંધ લાગૂ, જાણી લો નવી ગાઈડલાઈન્સ

Follow us on

મહારાષ્ટ્રમાં મિનિ લોકડાઉન થયા છતાં સતત કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. વધતા કોરોનાના સંકટ વચ્ચે મહારાષ્ટ્રમાં એક વખત ફરી કડક નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. સરકારે લોકડાઉનની નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ગાઈડલાઈન્સ મુજબ સામાન્ય લોકો માટે મેટ્રો અને લોકલ ટ્રેન બંધ રહેશે. આ નવા નિયમ 22 એપ્રિલ સવારે 8 વાગ્યાથી લાગૂ થશે. લોકડાઉન જેવા આ કડક પ્રતિબંધ 1 મે સુધી લાગૂ રહેશે.

 

હાલમાં રાજ્યની સ્થિતિ ખુબ ગંભીર છે, ત્યારે મહારાષ્ટ્ર સરકાર આ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોનાની ચેઈન તોડવા માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. લોકડાઉનના આ નિર્ણયથી રાજ્યમાં ક્યાંક કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાય તે આશ્રયથી સરકારે લોકડાઉન લગાવ્યું હોઈ શકે. જો મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 7,000થી પણ વધુ કેસ રાજ્યમાં નોંધાયા છે.

 

લગ્ન સમારોહમાં માત્ર 25 લોકો જ સામેલ થઈ શકે છે અને જ્યાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હશે તે 2 કલાક સુધી જ ચાલશે, આ નિયમ નહીં પાડનારને 50000 રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. ત્યારે પ્રાઈવેટ બસો 50 ટકા કેપેસિટી સાથે ચલાવવામાં આવી શકે છે.

 

એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બસ ચલાવવા માટે લોકલ ઓથોરિટીને જાણકારી આપવી પડશે અને જે પણ મુસાફર એક જિલ્લાથી બીજા જિલ્લામાં જશે તે 14 દિવસ ક્વોરન્ટાઈનનો સ્ટેમ્પ લગાવવામાં આવશે. જો કે આ અધિકાર લોકલ ઓથોરિટીને આપવામાં આવ્યો છે કે ક્વોરન્ટાઈનનો સ્ટેમ્પ લગાવવાનો નિર્ણય લોકલ ઓથોરિટી લઈ શકે.

 

લોકલ ટ્રેન, મોનો અને મેટ્રોનો ઉપયોગ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને લોકલ ઓથોરિટીના સ્ટાફની સાથે સાથે ડોક્ટર અને જરૂરી સેવાઓથી જોડાયેલા લોકો જ કરી શકે છે. તે સિવાય સ્ટેટ અને લોકલ ઓથોરિટીની બસો 50 ટકાની ક્ષમતામાં જ ચલાવવામાં આવી શકે છે. લોકલ ટ્રેનને મેડિકલ ઈમરજન્સી માટે પણ ઉપયોગ કરવામાં આવી શકે છે, સાથે જ જે વ્યક્તિને મેડિકલ ઈમરજન્સી છે, તે વ્યક્તિની સાથે જે હાજર રહેશે, તેને પણ પરમિટ કરવામાં આવશે.

 

Published On - 10:51 pm, Wed, 21 April 21

Next Video