Maharashtra Corona Update: ઝડપથી વધી રહ્યું છે કોરોના સંક્રમણ, 24 કલાકમાં 1,881 નવા કેસ, એક મહિલામાં જોવા મળ્યો BA.5 વેરિઅન્ટ

|

Jun 07, 2022 | 8:50 PM

મળતી માહિતી મુજબ સતત વધી રહેલા સંક્રમણને (Corona Cases) કારણે સ્થાનિક પ્રશાસનને ટેસ્ટિંગમાં ઝડપ લાવવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે રાજ્યમાં કોરોનાની ચોથી લહેર (Fourth Wave Of Corona) આવવાનું જોખમ વધી ગયું છે.

Maharashtra Corona Update: ઝડપથી વધી રહ્યું છે કોરોના સંક્રમણ, 24 કલાકમાં 1,881 નવા કેસ, એક મહિલામાં જોવા મળ્યો BA.5 વેરિઅન્ટ
Maharashtra Corona Update (Symbolic Image)

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં (Maharashtra Corona Case) વધારો સતત ડરાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1,881 નવા કેસ નોંધાયા છે. સારા સમાચાર એ છે કે સંક્રમણને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. તે જ સમયે છેલ્લા 24 કલાકમાં 878 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના 8,432 સક્રિય કેસ છે. મહારાષ્ટ્રમાં BA.5 વેરિઅન્ટના કેસ પણ ઝડપથી વધવા લાગ્યા છે. પૂણેની 31 વર્ષની મહિલામાં BA.5 વેરિઅન્ટ મળી આવ્યો છે. મહિલામાં કોઈ લક્ષણો નહોતા. જો કે તે હોમ આઈસોલેશનમાં સ્વસ્થ થઈ ગઈ.

મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઈન્ફેક્શનના કેસ દરરોજ વધી રહ્યા છે. મળતી માહિતી મુજબ સતત વધી રહેલા સંક્રમણને કારણે સ્થાનિક પ્રશાસનને ટેસ્ટિંગમાં ઝડપ લાવવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે રાજ્યમાં કોરોનાની ચોથી લહેર આવવાનું જોખમ વધી ગયું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મહારાષ્ટ્રમાં ડરાવી રહ્યા છે કોરોનાના કેસ

24 કલાકમાં 878 દર્દીઓ સંક્રમણમાંથી સાજા થયા

સોમવારે રાજ્યમાં 1,357 કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્ર અને કેરળ સહિત દેશના બે રાજ્યોમાં સંક્રમણની સ્થિતિ ખૂબ જ ડરાવા લાગી છે. 24 કલાકમાં 878 દર્દીઓ સંક્રમણમાંથી સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 77,39,816 લોકો સંક્રમણમાંથી સાજા થયા છે. આજે સંક્રમણને કારણે એક પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. રાજ્યમાં મૃત્યુ દર 1.87 ટકા છે. કોરોના ટેસ્ટ માટે અત્યાર સુધીમાં 8,11,12,952 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં 78,96,114 દર્દીઓ સંક્રમિત થયા છે.

પૂણેની મહિલામાં જોવા મળ્યો BA.5 વેરીઅન્ટ

ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.5એ સમગ્ર દેશમાં ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં પણ તમામ પ્રકારોના કેસ જોવા મળી રહ્યા છે. આજે પૂણેમાં રહેતી એક મહિલામાં BA.5 વેરિઅન્ટ મળી આવ્યો છે. જોકે તે હોમ આઈસોલેશનમાં જ સાજી થઈ ગઈ હતી. મુંબઈમાં કોરોનાના 5,978 સક્રિય કેસ, થાણેમાં 1,310, પાલઘરમાં 148, રત્નાગિરીમાં 17, સિંધુદુર્ગમાં 7 અને પુણેમાં 562 કેસ છે. મુંબઈમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 19,569 લોકોએ જીવ ગુમાવ્યો છે. તે જ સમયે પૂણેમાં અત્યાર સુધીમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 20,545 છે.

Next Article