બે દિવસની સ્થિરતા બાદ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણે (Corona cases in maharashtra) ફરી વેગ પકડ્યો છે. બુધવારે મહારાષ્ટ્રમાં 46,723 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાને કારણે 32 લોકોના મોત પણ થયા છે. રાજ્યમાં 28,041 દર્દીઓ કોરોનામાંથી મુક્ત થયા છે. મંગળવારે રાજ્યમાં 34,424 કેસ નોંધાયા હતા. તેની તુલનામાં 12,000 કેસ વધ્યા છે. રાજ્યમાં ઓમિક્રોને પણ ફરી એકવાર વેગ પકડ્યો છે.
બુધવારે રાજ્યમાં ઓમિક્રોનના 86 નવા કેસ નોંધાયા હતા. પૂણેમાં સૌથી વધુ 54 નવા કેસ નોંધાયા છે. મુંબઈમાં 21, પિંપરી ચિંચવાડમાં 6, સાતારામાં 3, નાસિકમાં 2 કેસ નોંધાયા છે. પૂણે ગ્રામીણ ભાગમાં પણ એક ઓમિક્રોન કેસ સામે આવ્યો છે. આ રીતે રાજ્યમાં અત્યાર સુધીમાં 1,367 ઓમિક્રોન કેસ નોંધાયા છે. આ સાથે 734 ઓમિક્રોન દર્દીઓ પણ સાજા થયા છે.
બુધવારે નવા આંકડા સામે આવ્યા બાદ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 66,49,111 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ રીતે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 94.52 ટકા છે. મૃત્યુદર 2.01 ટકા છે. રાજ્યમાં હાલમાં 15, 29,452 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે. આ સિવાય 6,951 લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઈનમાં છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 07,11 ,42,569 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે.
જો છેલ્લા સાત દિવસની વાત કરીએ તો 11 જાન્યુઆરીએ 34,424 કેસ નોંધાયા હતા. 10 જાન્યુઆરીએ આ સંખ્યા એક હજારથી ઓછી એટલે કે 33,470 હતી. પરંતુ 11 જાન્યુઆરીએ કોરોનાથી મૃત્યુઆંક અચાનક 8થી વધીને 22 થઈ ગયો. આ પહેલા પ્રથમ ત્રણ દિવસમાં કોરોનાના કેસ 40 હજારથી વધુ હતા. પરંતુ તેમ છતાં બુધવાર કરતાં ઓછા હતા.
9 જાન્યુઆરીએ 44,388 નવા કેસ નોંધાયા હતા. 8 જાન્યુઆરીએ 41,134 નવા કેસ નોંધાયા હતા. એ જ રીતે 7 જાન્યુઆરીએ દર્દીઓની સંખ્યા 40,925 હતી. 6 જાન્યુઆરીએ 36,265 કેસ અને 5 જાન્યુઆરીએ 26,538 લોકો કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું હતું.
જો આપણે દિલ્હી અને મુંબઈમાં કોરોના સંક્રમણની તુલના કરીએ તો મુંબઈમાં 16,420 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા, જ્યારે બુધવારે દિલ્હીમાં 27,500થી વધુ કેસ નોંધાયા હતા. મુંબઈમાં કોરોનાને કારણે 7 લોકોના મોત થયા છે, જ્યારે દિલ્હીમાં 40 લોકોના મોત થયા છે.