સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને ધારાસભ્ય રવિ રાણાએ સીએમ ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાના પાઠ (Hanuman Chalisa outside matoshree) કરવાની જીદ પકડી છે. પહેલા તો શિવસૈનિકોએ કહ્યું કે તેઓ અમરાવતીથી મુંબઈ પહોંચી શકશે નહીં. પરંતુ રાણા દંપતી શુક્રવારે મુંબઈ પહોંચવામાં સફળ રહ્યું હતું. તેમણે તેમના ખારના નિવાસસ્થાનની બહાર પત્રકાર પરિષદને સંબોધી હતી. રાણા દંપતીએ કહ્યું કે તેઓ 23 એપ્રિલ શનિવારના રોજ સવારે 9 વાગ્યે મુખ્યમંત્રીના માતોશ્રી નિવાસની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરશે. તેમનું કહેવું છે કે તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વની યાદ અપાવવા માંગે છે. તેમનું કહેવું છે કે ખુદ ઉદ્ધવ ઠાકરે પણ તેમને માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા પાઠ કરતા રોકી શકશે નહીં.
#Mumbai | Security heightened near ‘Matoshree’, the private residence of Chief Minster Uddhav Thackeray, as independent MLA from Badnera, Ravi Rana and his wife MP Navneet Rana plan to chant the #HanumanChalisa here#TV9News pic.twitter.com/XeoqERsmgN
— Tv9 Gujarati (@tv9gujarati) April 23, 2022
રાણા દંપતીના આ નિર્ણય બાદ શિવસૈનિકો આક્રમક બન્યા છે. તેઓ કહે છે કે જો રાણા દંપતી માતોશ્રી પહોંચે છે તો શિવસૈનિક પણ તેમને મહાપ્રસાદ આપીને મોકલવા તૈયાર છે. એટલે કે સંઘર્ષ નક્કી જ છે. માતોશ્રીની બહાર સેંકડો શિવસૈનિકો એકઠા થયા છે. આ દરમિયાન સાંજે 5 વાગ્યે ઉદ્ધવ ઠાકરે વર્ષા બંગલાથી માતોશ્રી જવા રવાના થયા હતા. માતોશ્રી પહોંચીને તેમણે ત્યાં એકઠા થયેલા સમર્થકોને હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. સાંજે 7 વાગ્યે માતોશ્રી ખાતે શિવસેનાના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ પછી ઉદ્ધવ ઠાકરે ફરી એક વાર બંગલામાંથી બહાર આવ્યા અને શિવસૈનિકોનું અભિવાદન કરતાં તેમણે કહ્યું કે તેઓ પોતપોતાના ઘરે જાય. તેમણે કહ્યું, તમે સવારથી અહીં આવ્યા છો. હવે તમે બધા પોત – પોતાના ઘરે જાવ. કોઈ અહીં આવવાની હિંમત કરશે નહીં. પરંતુ અહીં આવેલા ઘણા મહિલા શિવસૈનિકોએ કહ્યું કે તેઓ રાતે પણ માતોશ્રીની બહાર રોકાવાના છે.
અહીં મુંબઈ પોલીસે રાણા દંપતીને કલમ 149 હેઠળ પ્રતિબંધિત નોટિસ મોકલી છે. નોટિસમાં પોલીસે તેમને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. નોટિસમાં તેમને કહેવામાં આવ્યું છે કે જો તેઓ બહાર નિકળે છે અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત સમસ્યા ઊભી થાય છે તો તેમને જવાબદાર ગણવામાં આવશે. પરંતુ રાણા દંપતી માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જીદ પર અડગ છે.
આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવનીત રાણેને Y શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. રાણા દંપતીના સંગઠન યુવા સ્વાભિમાની પાર્ટીના 500 થી 700 કાર્યકરો અમરાવતીથી મુંબઈ આવ્યા છે. કેટલાક આજે રાત્રે વિદર્ભ એક્સપ્રેસ દ્વારા મુંબઈ તરફ આવી રહ્યા છે. એટલે કે મુંબઈમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળવાનો છે.
આ પણ વાંચો : શિવસેનાના કાર્યક્રમમાં જ વિજચોરી! ઉર્જામંત્રી પર ઉઠ્યા સવાલો, શું નીતિન રાઉત ગુનેગારો સામે પગલાં લેશે?
Published On - 6:55 am, Sat, 23 April 22