સીએમ ઉદ્વવ ઠાકરેએ રાજ ઠાકરે અને કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર, હિન્દુત્વને લઈને આપ્યુ આ નિવેદન

|

May 01, 2022 | 5:36 PM

ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) એ આજે ​​તેમની એક મુલાકાતમાં રાજ ઠાકરે (Raj Thackeray) અને ભાજપની કેન્દ્ર સરકાર અને પીએમ મોદી (PM Narendra Modi) પર આકરા પ્રહારો કર્યા હતા.

સીએમ ઉદ્વવ ઠાકરેએ રાજ ઠાકરે અને કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર, હિન્દુત્વને લઈને આપ્યુ આ નિવેદન
CM Uddhav Thackeray

Follow us on

‘આવા અનેક ભોંગેધારીઓ અને પુંગીધારીઓ આવ્યા. તેમના ધ્વજ બદલાતા રહ્યા, મુદ્દાઓ બદલાતા રહ્યા. હવે તેઓ મરાઠીનો મુદ્દો છોડી હિન્દુત્વનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. અમે આ રમત ઘણી જોઈ છે. તેઓ જુદા જુદા મુદ્દાઓ સાથે રમી રહ્યા છે. અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યા છે. શિવસેના માટે હિન્દુત્વ એ મુદ્દો નથી. તે લોહીમાં છે, તે શ્વાસમાં છે. માર્કેટિંગનો જમાનો છે. લોકોને નકલી હિન્દુત્વનું માર્કેટિંગ કરવા દો. અસલી હિન્દુત્વવાદી નેતા અને પક્ષની ઓળખ જનતા જાણે છે. મુખ્યમંત્રી અને શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે ​​(1 મે, રવિવાર) ઔરંગાબાદમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની બેઠક વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો આ જવાબ આપ્યો હતો.

ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) એ આજે ​​એક મરાઠી ન્યૂઝ વેબસાઈટ લોકસત્તા ડોટ કોમને આપેલા ઈન્ટરવ્યુમાં રાજ ઠાકરે (Raj Thackeray MNS) અને ભાજપની કેન્દ્ર સરકાર અને પીએમ મોદી (PM Narendra Modi) પર આકરા પ્રહારો કર્યા. ઉદ્ધવ ઠાકરેએ લોકસત્તાના સંપાદક ગિરીશ કુબેરના સવાલોના જવાબ આપતા કહ્યું, હું હિન્દુત્વના નવા ખેલાડી પર વધુ ધ્યાન આપતો નથી. હિંદુત્વ અને મરાઠીને રમત સમજનારા અને આ મુદ્દાઓ પર રમત રમનારાઓની વાત પર ધ્યાન આપવાની જરૂર નથી.

લોકો એટલા મૂર્ખ નથી કે હિંદુત્વને અનુસરનાર અસલી પક્ષ અને નેતા કોણ છે તે ઓળખી ન શકે. આપણે હિન્દુત્વના ડંકા વગાડવાની જરૂર નથી. માર્કેટિંગનો જમાનો છે. મરાઠી બાદ હવે હિન્દુત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ભોંગેધારીઓ અને પુંગીધારીઓ આવતા-જતા રહે છે. આ બધું આપણે ઘણું જોયું છે. હિન્દુ જનતા બધું સમજે છે. પહેલા અસ્તિત્વ દેખાડવાની જરૂર હતી. હવે અસ્તિત્વ ટકાવવાની જરૂર છે. અમે ક્યારેય ધ્વજ બદલ્યો નથી, તેઓ ધ્વજ બદલતા રહે છે. મુદ્દાઓ બદલાતા રહે છે. આવા અનેક દંભ આપણે જોયા છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

રાજે ટ્વિટ કર્યું હતું- ‘યુપીમાં યોગી, મહારાષ્ટ્રમાં ભોગી રાજ’

રાજ ઠાકરેએ ટ્વીટ કરીને મહારાષ્ટ્રની તુલના ઉત્તર પ્રદેશ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે યોગી આદિત્યનાથ યુપીમાં હોવાને કારણે ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવી શકાય છે. પરંતુ મહારાષ્ટ્રમાં યોગી નહીં ભોગીનું શાસન છે. આ પ્રશ્નના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, તેમને મહારાષ્ટ્રની તુલના અન્ય રાજ્યો સાથે કરવા દો. અમને કોઈ પરવા નથી. મહારાષ્ટ્રનું કામ જુઓ, પછી તુલના કરો. તેમનામાં મહા વિકાસ આઘાડીના સારા કામોના વખાણ કરવાની ઉદારતા નથી.

‘જો દેશભરમાં લોકડાઉન લાદી શકાય છે, તો લાઉડસ્પીકર પર પ્રતિબંધ પણ દેશભરમાં કેમ લાગુ કેમ નથી કરતાં ?’

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લાઉડસ્પીકરનો મુદ્દો વધુ ચાલશે નહીં કારણ કે તે કોઈ મુદ્દો નથી. કેન્દ્ર સરકાર આ અંગે કોઈ આદેશ કે નિયમ કેમ લાવતી નથી? તમામ રાજ્યો તેમને અનુસરશે. કેન્દ્ર સરકારે દેશભરમાં લોકડાઉન લાદી દીધું હતું તે જ રીતે કેન્દ્ર સરકાર દેશભરમાં લાઉડસ્પીકર પ્રતિબંધ લાગુ કેમ કરતી નથી. પરંતુ તેઓ આમ કરી રહ્યા નથી કારણ કે વિવાદ ઉકેલવાનો નથી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર મહારાષ્ટ્રમાં અવાજના સ્તરને નિયંત્રિત કરવા માટે મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :  ‘મહારાષ્ટ્ર દિવસ’ પર રાજ્યમાં રાજકીય સંગ્રામ, ઠાકરે શૈલીમાં ગર્જના કરશે MNS પ્રમુખ રાજ ઠાકરે

Next Article