Gujarati NewsMumbai। Maharashtra cm uddhav thackeray slams pm narendra modi bjp government over petrol diesel cng lpg price hike issue
મહારાષ્ટ્ર્રનું રાજકરણ ગરમાયું, વધતી મોંઘવારી અને ઈંધણના ભાવને લઈને ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકાર પર સાધ્યું નિશાન
સીએમ ઠાકરેએ કહ્યું, પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગરીબોને રાશન આપ્યું. રાશન આપ્યું, પણ તે બનાવીને ખાવું કે કાચું ખાવું? ગેસના ભાવ આજે આસમાને છે. પહેલો સિલિન્ડર તો મળ્યો પરંતુ બીજા સિલિન્ડર માટે કેટલા પાપડ વણવા પડ્યા આ કોઈએ આવીને પુછ્યુ?
PM Narendra Modi & CM Uddhav Thackeray
Follow us on
મહારાષ્ટ્રના કોલ્હાપુર ઉત્તર વિધાનસભા ક્ષેત્રની (Maharashtra Kolhapur North Assembly By Poll) પેટાચૂંટણી માટે તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. રવિવારે, ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadmavis BJP) ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો, જ્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો. આ પ્રચાર સભાને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ માત્ર મહારાષ્ટ્રના બીજેપીના નેતૃત્વ પર જ નહીં પરંતુ પેટ્રોલ-ડીઝલ અને ગેસની વધતી કિંમતોને કારણે કેન્દ્રની મોદી સરકાર (PM Narendra Modi) પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
સીએમ ઉદ્ધવ ઠાકરેએ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધારાને લઈને કેન્દ્ર સરકારને ઘેરી અને કહ્યું, દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે પીએમ નરેન્દ્ર મોદીએ ગરીબોને રાશન આપ્યું હતું. રાશન આપ્યું, પણ તે બનાવીને ખાવું કે કાચું ખાવું? ગેસના ભાવ આજે આસમાને છે. આદિવાસી વિસ્તારોમાં જાવ તો એમનું આ જ કહેવું છે. પહેલો સિલિન્ડર તો મળ્યો પરંતુ બીજા સિલિન્ડર માટે કેટલા પાપડ વણવા પડ્યા આ કોઈએ આવીને પુછ્યુ ? પહેલું સિલિન્ડર લઈને હવે કોરોનાને ભગાડવા માટે જે રીતે થાળી વગાડવામાં આવી તે રીતે સિલિન્ડર વગાડીએ ?
‘વિનામુલ્યે રાશન તો આપ્યું, પરંતુ તેને રાંધવા માટેના સિલિન્ડર મોંઘા કર્યા’
આગળ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, જો રાશન આપવામાં આવ્યું હતું, તો તે જનતાના પૈસાથી આપવામાં આવ્યું હતું. પોતાના ખિસ્સામાંથી નથી આપ્યું. ગઈકાલના ભાષણમાં મોંઘવારી વિશે કોઈએ કંઈ કહ્યું? તેઓ (દેવેન્દ્ર ફડણવીસ) કહે છે કે જે રીતે કેટલાક ભાજપ શાસિત રાજ્યોએ તેમના ટેક્સમાં ઘટાડો કર્યો છે અને પેટ્રોલ અને ડીઝલને સસ્તું કર્યું છે. જો રાજ્ય સરકારે અહીં પણ આવું કર્યું હોત તો પેટ્રોલ સસ્તું થયું હોત. તમે વધારતા જાઓ અને અમે કરતા જઈએ? કેન્દ્ર અમારા GST લેણાં ચૂકવી રહ્યું નથી. વિકાસના કામો ક્યાંથી કરીએ? અમે રાજ્યના વિકાસ માટે મહા વિકાસ અઘાડીની રચના કરી છે.
વિધાનસભામાં નાણામંત્રીએ વેટમાં ઘટાડો કરીને CNG-PNG સસ્તું કર્યું હતું
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્ય સરકારને પેટ્રોલ પર પ્રતિ લિટર 52 રૂપિયા ટેક્સ મળે છે. જો રાજ્ય સરકાર ટેક્સમાં પોતાનો હિસ્સો ઘટાડશે તો ઈંધણ સસ્તું થશે. જણાવી દઈએ કે વિધાનસભાના બજેટ સત્રમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી અજિત પવારે વેટમાં ઘટાડો કરીને CNG અને PNG ગેસ સસ્તો કર્યો હતો.
પરંતુ 5 એપ્રિલની મધરાતથી મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં સાત રૂપિયા અને પીએનજીના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો કર્યો હતો. જેના કારણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જનતાને જે સુવિધા આપવામાં આવી હતી અને સીએનજી અને પીએનજી સસ્તું મળતું હતું તેનો કોઈ ખાસ ફાયદો લાંબો સમય ટકી શક્યો ન હતો. એટલે કે સરકારની તિજોરી પણ ખાલી થઈ અને જનતાને કોઈ લાભ પણ ન મળ્યો.