Adipurush: ‘આદિપુરુષ’માં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરી !, પોલીસ એક્શનમાં, જાણો શું છે સમગ્ર મામલો

|

Jun 17, 2023 | 1:23 PM

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે આદિપુરુષ ફિલ્મમાં શું કરી રહ્યા છે? જ્યારે આને લગતું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યું, તો પછી થાણા પોલીસ એક્શનમાં આવી, જાણો શું છે આ સમગ્ર મામલો..

Adipurush: આદિપુરુષમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરી !, પોલીસ એક્શનમાં, જાણો શું છે સમગ્ર મામલો
Maharashtra Chief Minister Eknath Shinde in Adipurush

Follow us on

મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ, જો હૈ નામ વાલા વહી તો બદનામ હૈ!, આ સમાચાર ગીતની આ બંને પંક્તિઓ સાથે સંબંધિત છે. પ્રથમ પંક્તિ અનુસાર, પ્રશ્ન એ છે કે આદિપુરુષમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ભૂમિકા છે? અને છે તો તે આ ફિલ્મમાં તે શું કરી રહ્યા છે? તેમના માટે આ ફિલ્મમાં હોવાનો અર્થ શું છે? કોઈ મતલબ નહી તેમ છતાં ફિલ્મમાં તેમની સરખામણી વાનરના પાત્ર સાથે કરવામાં આવી રહી છે. પોસ્ટ કરનાર વ્યક્તિએ તે વાંદરાના પાત્ર સાથે મહારાષ્ટ્ર સીએમનો ફોટો મુક્યો છે આ કારણે જ થાણે પોલીસે હરકતમાં આવીને કાર્યવાહી કરી રહી છે.

આદિપુરુષમાં એકનાથ શિંદે?

આદિપુરુષના વાનર પાત્ર સાથે સીએમ એકનાથ શિંદેની તસવીર દર્શાવતું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે, જેમાં લખ્યું છે કે – ખબર ન હતી કે એકનાથ શિંદે પણ આદિપુરુષમાં છે. અભિનેતા પ્રભાસ અને અભિનેત્રી કૃતિ સેનન અભિનીત અને ઓમ રાઉત દ્વારા દિગ્દર્શિત આદિપુરુષ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મના પાત્રોને લઈને સેંકડો માઇમ્સ શેર કરવામાં આવી રહ્યા છે. ફિલ્મમાં જે રીતે પાત્રોને રજૂ કરવામાં આવ્યા છે તેનાથી ઘણા લોકો નારાજ છે અને તે જ રીતે તેઓ પોતાની નારાજગી ઠાલવી રહ્યા છે.

https://twitter.com/xavvierrrrrr/status/1669588659698552832?s=20

એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો
આ ખોરાક ખાવાથી વધશે સ્પર્મ કાઉન્ટ

ત્યારે આ બધાની વચ્ચે અભય નામના યુવકની વિવાદાસ્પદ પોસ્ટ વાયરલ થઈ હતી સોશિયલ મીડિયા પોસ્ટની આ ભીડમાં અભય નામના યુવકની એક પોસ્ટ પણ વાયરલ થઈ હતી જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના ચહેરાની તુલના વાનરના પાત્ર સાથે કરવામાં આવી હતી.

ટ્વીટના વાયરલ થતા જ થાણે પોલીસ થઈ એક્ટિવ

મુંબઈ થાણા પોલીસને આ ટ્વીટની જાણ થતાં જ તે એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે અભય નામના યુવકનો ફોન નંબર માંગ્યો છે, જેણે આ ટ્વિટ કર્યું છે. યુવકે પણ જવાબમાં પૂછ્યું છે કે, ‘કેમ શું થયું? શું છે મામલો?આ પછી સંબંધિત યુવક સામે ગુનો નોંધવાની શક્યતા છે. હાલમાં આ ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

લોકોએ કડક કાર્યવાહીની કરી માગ

આ ટ્વીટને વાંધાજનક ગણીને ઘણા યુઝર્સ યુવક સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ઘણા લોકો તેને માત્ર એક મજાક ગણાવીને હળવાશથી લેવાની માંગ કરી રહ્યા છે. અત્યાર સુધી આ ટ્વીટ યુવાનોએ ડિલીટ કરી નથી. એટલા માટે કેટલાક લોકો તેને અલ્લુ અર્જુન મેં જૂકેંગા નહી સાલા કહીને સંબોધી રહ્યા છે.

આ પણ વાંચો: Adipurushમાં પ્રભાસના લુકને જીસસ સાથે કેમ સરખાવવામાં આવે છે? આ Photo થઈ Viral

Next Article