Maharashtra Board Exam 2022 Date: મહારાષ્ટ્ર બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ થઈ જાહેર, જુઓ વિગત

|

Dec 16, 2021 | 10:49 PM

વર્ષા ગાયકવાડે કહ્યું કે અમે જૂન 2022ના બીજા સપ્તાહમાં 12માનું પરિણામ અને જુલાઈ 2022ના બીજા સપ્તાહમાં 10માનું પરિણામ જાહેર કરવાનો પ્રયાસ કરીશું.

Maharashtra Board Exam 2022 Date: મહારાષ્ટ્ર બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ થઈ જાહેર, જુઓ વિગત
Symbolic Image

Follow us on

Maharashtra Board Exam 2022 Date: મહારાષ્ટ્ર બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ અનુસાર SSCની પરીક્ષા 15 માર્ચથી 18 એપ્રિલ દરમિયાન અને HSCની પરીક્ષા 4 માર્ચથી 07 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષાઓ ઑફલાઈન મોડમાં લેવામાં આવશે. વર્ષા ગાયકવાડે (Varsha Gaikwad) પત્રકાર પરિષદ યોજીને 10મા અને 12માની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. મહારાષ્ટ્ર બોર્ડના ધોરણ 10 અને 12ના લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓને લઈને મૂંઝવણની સ્થિતિમાં હતા.

 

હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
IPL 2025 : દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલની પત્ની છે સુંદર, જુઓ ફોટો
સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી થાય છે આ 9 ચમત્કારિક ફાયદા
કોણ છે ઈશાન કિશનની રુમર્ડ ગર્લફ્રેન્ડ? ખુબસુરતીમાં હિરોઈનોને પણ આપે છે ટક્કર
વધુ પડતું જીરું ખાવાથી શું નુકસાન થાય છે?

બીજી તરફ સોશિયલ મીડિયા પર સતત શું આ વર્ષે કોરોનાના નવા વેરીઅન્ટ ઓમીક્રોનના આવ્યા બાદ કોઈ પરીક્ષા થશે ? આ પ્રશ્ન ઘણા વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવ્યો હતો.

 

મહારાષ્ટ્રના શાળા શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે રાજ્યમાં HSC એટલે કે 12મીની લેખિત પરીક્ષા 4 માર્ચથી 7 એપ્રિલ, 2022 દરમિયાન લેવામાં આવશે, જ્યારે SSC એટલે કે 10મીની લેખિત પરીક્ષા 15 માર્ચથી 18 એપ્રિલ, 2022 દરમિયાન ઑફલાઇન લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અને સલામતી અમારી પ્રાથમિકતા છે.

 

સલામત અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે પરીક્ષાના સમયપત્રક અંગે રાજ્યભરની શાળાઓ, મુખ્ય શિક્ષકો, શિક્ષકો અને મૂલ્યાંકન નિષ્ણાતો સાથે અગાઉથી જ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે અને તેમના મૂલ્યવાન સૂચનો સામેલ કરવામાં આવ્યા છે.

 

જૂન-જુલાઈમાં આવશે પરિણામો

વર્ષા ગાયકવાડે કહ્યું કે અમે જૂન 2022ના બીજા સપ્તાહમાં 12માનું પરિણામ અને જુલાઈ 2022ના બીજા સપ્તાહમાં 10માનું પરિણામ જાહેર કરવાનો પ્રયાસ કરીશું. જો કોરોના પ્રિવેન્શન નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તો જ તમામ પરીક્ષાઓ પાસ થશે.

 

14 ફેબ્રુઆરીથી પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવાશે

રાજ્યમાં ધોરણ 12 અને 10 માટે પ્રેક્ટિકલ, ગ્રેડ અને મૌખિક/આંતરિક ગુણની કસોટી અનુક્રમે 14 ફેબ્રુઆરીથી 3 માર્ચ, 2022 અને 25 ફેબ્રુઆરીથી 14 માર્ચ, 2022 દરમિયાન લેવામાં આવશે. મહારાષ્ટ્ર વર્ગ 10, 12ની બોર્ડ પરીક્ષા 2022ની પરીક્ષાનું સમયપત્રક વિવિધ હિતધારકો સાથેની પ્રતિક્રિયા અને પરામર્શના આધારે જાહેર કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો :  Good News: દરેક કોલેજ-યુનિવર્સિટીમાં મહિલા સ્ટુડન્ટ્સને મળશે મેટરનિટી લીવ, હાજરીમાં મળશે છૂટ, જુઓ UGCની સૂચના