Maharashtra: છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ચલાવી રહ્યા છે રિક્ષા, લોકો તેમને જોઈને ચોંક્યા !

|

Mar 01, 2022 | 10:03 PM

છત્રપતિ શિવાજી મહારાજના વંશજ રિક્ષા ચલાવી રહ્યા છે. આ સમાચાર સાંભળીને તમને આશ્ચર્ય થયું હશે. પરંતુ વાત જ કંઈક એવી છે અને સમાચાર પણ સાચા છે.

Maharashtra: છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ચલાવી રહ્યા છે રિક્ષા, લોકો તેમને જોઈને ચોંક્યા !
Udayan Raje, a descendant of Chhatrapati Shivaji Maharaj

Follow us on

છત્રપતિ શિવાજી મહારાજના (Chhatrapati Shivaji Maharaj) વંશજ રિક્ષા ચલાવી રહ્યા છે. આ સમાચાર સાંભળીને તમને આશ્ચર્ય થયું હશે. પરંતુ વાત જ કંઈક એવી છે અને સમાચાર પણ સાચા છે. સંભાજીરાજેનું નામ તો તમારા ધ્યાન પર આવ્યું જ હશે, પરંતુ ગઈકાલ સુધી તેઓ મુંબઈના આઝાદ મેદાનમાં મરાઠા આરક્ષણની માગને લઈને ઉપવાસ પર બેઠા હતા. તેઓ ભાજપના સાંસદ પણ છે. તો તેઓ શા માટે રિક્ષા ચલાવશે? સાચુ વિચાર્યુ, એક તો છત્રપતિ શિવાજી મહારાજના વંશજ, સાથે સાંસદ બનવાનું સન્માન. માત્ર મહારાષ્ટ્રમાં જ તેમનું સ્ટેટસ અને નામ નથી, પરંતુ દેશભરમાં તેમની ખ્યાતિ અને ઓળખ છે. તેમને રીક્ષા ચલાવવાની શી જરૂર છે?

ત્યારબાદ બીજું નામ આવે છે શિવેન્દ્ર રાજેનું. તેઓ પણ છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે સાથે સાથે ભાજપના ધારાસભ્ય પણ છે. તો તેઓ પણ શા માટે રિક્ષા ચલાવશે? તો પછી ઉદયનરાજે ભોસલેએ (Udayanraje Bhosale) તો રિક્ષા નથી ચલાવી? અને જો ચલાવી તો શા માટે? મહારાજના વંશજ છે. તેઓ પણ ભાજપના સાંસદ છે. તેમને રીક્ષા ચલાવવાની જરૂર શા માટે પડી? તમને જણાવી દઈએ કે આમાં કોઈ સસ્પેન્સ નથી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઓટો રિક્ષા ઉદયનરાજે ભોસલેએ જ ચલાવી છે. શા માટે ચલાવી ? કારણકે તેમનુ મન બન્યુ રીક્ષા ચલાવવાનું. તેઓ સ્વભાવે મૂડી છે. જે મૂડમાં આવે છે, તે કરે છે. જ્યારે મૂડમાં હોય, ત્યારે કોલર ઝટકીને સલમાન ખાનનો ‘એક બાર જો મૈંને કમિટમેન્ટ કર દી’ ડાયલોગ બોલી નાખે છે. મૂડમાં હોય ત્યારે ચહેરા નીચેથી હાથ ફેરવીને ફિલ્મ ‘પુષ્પા’નો ડાયલોગ બોલે છે – ‘ઝુકેગા નહીં’. એ જ રીતે જ્યારે તે રિક્ષા ચલાવવાનો મૂડ થયો ત્યારે તેમણે ઓટો રિક્ષા લીધી. આવા જ છે તે. લોકો પણ તેમને આવા હોવાને કારણે પ્રેમ કરે છે.

મન થયુ તો છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયન રાજેએ રિક્ષા ચલાવી

સાંસદ ઉદયનરાજે ભોસલેના જન્મદિવસ નિમિત્તે ‘ઉદયનરાજે મિત્ર ગ્રુપ’ નામની સંસ્થા દ્વારા સતારાના જલમંદિર વિસ્તારમાં રિક્ષા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રિક્ષાચાલકો જોડાયા હતા. તે જ કાર્યક્રમમાં તેઓ પહોંચી ગયા અને પોતે પણ બેસી ગયા અને રીક્ષા ચલાવી

થોડા દિવસો પહેલા પણ કરી હતી સ્ટંટબાજી

થોડા દિવસો પહેલા પણ સાંસદ ઉદયનરાજેએ આશ્ચર્યજનક સ્ટંટ કરીને લોકોને ચોંકાવી દીધા હતા. ‘કપિલ શર્મા શો’ની જેમ મરાઠીમાં પણ ‘ચલા હવા યેઉ દ્યા’ (ચલો હટો, હવા આવવા દો) નામનો એક લોકપ્રિય કોમેડી શો આવે છે. આ શોમાં તેમને ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યાં પણ તેમણે હવામાં ભવ્ય એન્ટ્રી કરી હતી.

આ પણ વાંચો :  Maharashtra: ભાજપના નેતા કિરીટ સોમૈયાના પુત્ર નીલ સોમૈયાને રાહત નહીં, સેશન્સ કોર્ટે ધરપકડ પૂર્વેની જામીન અરજી ફગાવી

Next Article