Maharashtra: યુક્રેન-રશિયા યુદ્ધને કારણે ભારતમાં વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ, મોંઘવારી નિરંકુશ થશે: કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડ

|

Feb 27, 2022 | 10:08 PM

કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડે કહ્યું, યુક્રેન-રશિયા યુદ્ધની અસર ભારત પર પડશે. આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે.

Maharashtra: યુક્રેન-રશિયા યુદ્ધને કારણે ભારતમાં વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ, મોંઘવારી નિરંકુશ થશે: કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડ
Union Minister Bhagwat Karad's statement on Russia-Ukraine war

Follow us on

યુક્રેન-રશિયા યુદ્ધે (Ukraine Russia War) સમગ્ર વિશ્વને તેની જ્વાળામાં ખેંચી લીધું છે. આ યુદ્ધના પરિણામો આખી દુનિયાએ ભોગવવા પડશે. તેની અસર દુનિયાના દરેક દેશ પર કોઈને કોઈ સ્વરૂપે જોવા મળશે. વિશ્વના ઘણા દેશોના નાગરિકો યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં અટવાયા છે. દરેક દેશ પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ યુદ્ધને કારણે વિશ્વભરના દેશોની અર્થવ્યવસ્થાને અસર થવાની છે. ભલે તે ભારત જ કેમ ન હોય, જેણે અત્યાર સુધી તટસ્થ રહેવાની નીતિ અપનાવી છે. મહારાષ્ટ્ર બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડે (Maharashtra BJP Leader & Union Minister Bhagwat Karad) પણ આ સમગ્ર મામલે મોટું નિવેદન આપ્યું છે. પહેલેથી જ આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવે ભારતીયોના ખિસ્સા પર ઘણો બોજ નાખ્યો છે. હવે તેનો ભાવ તેમણે હજુ વધારે ઝડપથી વધવાની આશંકા વ્યક્ત કરી છે.

જેના કારણે આ યુદ્ધે ભારત માટે મોટી ચિંતા ઉભી કરી છે. દેશમાં અત્યારે મોંઘવારી ઘણી વધી ગઈ છે. તેને કેવી રીતે ઘટાડવામાં આવે તેના પર વિચારણા ચાલી રહી હતી કે અચાનક યુદ્ધે મોંઘવારીનું સંકટ વધુ વધારી દીધુ છે. આ મુદ્દે કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ભગવત કરાડના નિવેદન પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આગામી દિવસોમાં મોંઘવારીથી સામાન્ય માણસની કમર તૂટી જવાની છે.

ભાગવત કરાડે સ્પષ્ટ કહ્યું, યુક્રેન-રશિયા યુદ્ધથી અહીં મોંઘવારી વધશે

કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડને જ્યારે પત્રકારોએ એ પૂછ્યું કે, યુક્રેન-રશિયા યુદ્ધમાં ભારત તટસ્થ ભૂમિકામાં છે. આવી સ્થિતિમાં ભારતમાં આ યુદ્ધની શું અસર થશે? તો આ સવાલ પર ભાગવત કરાડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, યુક્રેન-રશિયા યુદ્ધની અસર ભારત પર પડશે. આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે.

Beetroot: દરરોજ બીટનો રસ પીવાના ફાયદા અને ગેરફાયદા શું છે?
રાતભર ચલાવો AC તો પણ વધારે નહીં આવે બિલ, આ ટ્રિકથી બચી જશે પૈસા
Air Coolers : ઉનાળામાં ઠંડી હવા આપશે આ 5 સસ્તા કુલર, કિંમત 5000 રૂપિયાથી ઓછી
કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !

મહારાષ્ટ્રના આશરે 1200 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા

ભાગવત કરાડે વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના લગભગ 1200 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. તેમને પરત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. યુક્રેન પર હુમલો કરવા બદલ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવાના નિર્ણયથી યુએસ પ્રમુખ જો. બાઈડેને દુનિયાને અવગત કરી છે. કારણ કે રશિયાએ અમેરિકા અને વિશ્વભરના દેશોની ચેતવણીને અવગણીને યુક્રેન પર હુમલો કર્યો હતો. તેનાથી વિશ્વની ચિંતા વધી ગઈ છે.

શું રશિયાને રોકવા માટે વિશ્વમાં કોઈ નથી? આવા સવાલો વચ્ચે અમેરિકાએ એવો સંદેશ આપ્યો છે કે રશિયાએ આજે દુનિયા સામે માત્ર બે જ વિકલ્પ છોડ્યા છે. ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ કરવું જરૂરી છે અથવા આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરવાને બદલે આકરા આર્થિક પ્રતિબંધો લાદીને કાયમ માટે પાઠ આપવો જરૂરી છે. જો ત્રીજું વિશ્વ યુદ્ધ અટકાવવું હોય તો રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો જરૂરી છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ ખતમ થયો, પરંતુ માસ્ક જરૂરી : આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેનું નિવેદન