Covid 19: કોરોનાએ મહારાષ્ટ્ર વિધાનસભાને લીધું બાનમાં, 2 મંત્રીઓ સહિત 55 લોકો કોરોના પોઝિટીવ

|

Dec 28, 2021 | 8:50 PM

2 મંત્રીઓ સહિત 55 લોકો કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. આ કોરોના પોઝિટીવ લોકોમાં ધારાસભ્યો, વિધાનસભા કર્મચારીઓ, પોલીસકર્મીઓ અને પત્રકારોનો સમાવેશ થાય છે. બે મંત્રીઓમાં શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ અને કે. સી. પદાવીનો સમાવેશ થાય છે.

Covid 19: કોરોનાએ મહારાષ્ટ્ર વિધાનસભાને લીધું બાનમાં, 2 મંત્રીઓ સહિત 55 લોકો કોરોના પોઝિટીવ
File Image

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વિધાનસભાના શિયાળુ સત્ર (Maharashtra assembly winter session) પર પણ તુટ્યો છે. 2 મંત્રીઓ સહિત 55 લોકો કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. આ કોરોના પોઝિટીવ લોકોમાં ધારાસભ્યો, વિધાનસભા કર્મચારીઓ, પોલીસકર્મીઓ અને પત્રકારોનો સમાવેશ થાય છે. બે મંત્રીઓમાં શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ (Varsha Gaikwad)  અને કે. સી. પદાવીનો સમાવેશ થાય છે. ભાજપના ધારાસભ્ય સમીર મેઘેને પણ કોરોના થયો છે. વર્ષા ગાયકવાડ અને કે. સી. પદાવીએ ટ્વીટ કરીને પોતાના કોરોના પોઝિટીવ હોવાની માહિતી આપી છે. બંનેએ તેમના સંપર્કમાં આવેલા લોકોને સાવચેત રહેવા અને કોરોના ટેસ્ટ કરાવવા વિનંતી કરી છે.

 

 

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ બંને મંત્રીઓમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે. વર્ષા ગાયકવાડે ટ્વીટ કરીને કહ્યું કે ‘મને આજે ખબર પડી કે મને કોરોના સંક્રમણ લાગ્યું છે. ગઈકાલે સાંજે પ્રથમ વખત લક્ષણો અનુભવાયા પછી મેં COVID-19 માટે પોઝિટીવ ટેસ્ટ કર્યો. જોકે મારા લક્ષણો પ્રમાણમાં હળવા છે. હું ઠીક છું અને મેં મારી જાતને આઈસોલેટ કરી દીધી છે. આ દરમિયાન જે લોકો મને છેલ્લા કેટલાક દિવસોમાં મળ્યા છે તેમને સાવચેત રહેવા વિનંતી છે.

 

 

2300 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, 55 પોઝિટીવ આવ્યા

વિધાનસભાની કાર્યવાહીમાં સામેલ 2,300 વિધાનસભાના કર્મચારીઓ, પોલીસકર્મીઓ, પત્રકારોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 55 લોકો કોવિડ 19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ હતો. કોરોના અને ઓમિક્રોનના વધતા જતા સંક્રમણને જોતા વિધાનસભા સત્રનો સમયગાળો ઘટાડીને 5 દિવસ કરવામાં આવ્યો હતો.

 

 

હાલમાં રાજ્યમાં 10 હજારથી વધુ સક્રિય કોરોના કેસ

રાજ્યમાં સક્રિય કોરોના કેસની સંખ્યા 10 હજારને વટાવી ગઈ છે. આજથી લગભગ ત્રણ અઠવાડિયા પહેલા આ સંખ્યા 6,200 હતી. કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુ લાદી દીધો છે. આ અંતર્ગત રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાજ્યમાં ક્યાંય પણ પાંચથી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં.

 

 

રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા પણ 167 પર પહોંચી

આ દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટના 26 નવા કેસની પણ પુષ્ટિ થઈ છે. આ પછી રાજ્યમાં કુલ કેસ 167 પર પહોંચી ગયા છે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સોમવારે કોવિડ -19ના 809 નવા કેસ આવવાના કારણે સંક્રમિત લોકોની સંખ્યા વધીને 7,71,921 થઈ ગઈ છે અને વધુ ત્રણ દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 16,373 પર પહોંચી ગયો છે.

 

 

આ પણ વાંચો :  ‘ATSએ યોગી આદીત્યનાથ અને RSSના લોકોના નામ લેવા માટે ફરજ પાડી હતી’, કોર્ટમાં ફર્યો માલેગાંવ બ્લાસ્ટનો 15મો સાક્ષી

 

 

Next Article