Maharashtra: દશેરા રેલી માટે પરવાનગી મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, વાજતેગાજતે આવજો, પણ કોઈ ગડબડ ન કરતા

તણાવ અથવા શાંતિ અને વ્યવસ્થા પર ખતરો જેવી કોઈ સ્થિતિ ઊભી થાય છે તો તેની જવાબદારી પણ સોંપી છે. આ ખાસ કરીને એટલા માટે છે કારણ કે BMCના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેનાથી કાયદો અને વ્યવસ્થા માટે કોઈ સમસ્યા ઉભી થવી જોઈએ નહીં, તેથી બંને જૂથોને મંજૂરી આપવામાં આવી નથી.

Maharashtra: દશેરા રેલી માટે પરવાનગી મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, વાજતેગાજતે આવજો, પણ કોઈ ગડબડ ન કરતા
Dussehra Rally (File Image )
| Edited By: | Updated on: Sep 24, 2022 | 8:20 AM

ઉદ્ધવ ઠાકરેને (Udhhav Thackrey ) બોમ્બે હાઈકોર્ટે (High Court) તેમના જૂથ શિવસેનાને મુંબઈના શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજવાની મંજૂરી આપી છે. હાઈકોર્ટના આ નિર્ણયને ઠાકરે જૂથની પ્રથમ જીત અને શિંદે જૂથને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. તે બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો હતો. આ પછી ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેણે કોર્ટના નિર્ણય પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી હતી. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, ‘આપણે હંમેશા ખરાબ જ કેમ વિચારવું જોઈએ, એવું કહેવાય છે ને- શુભ-શુભ બોલ!’

તમને જણાવી દઈએ કે, કોર્ટે ઠાકરે જૂથની શિવસેનાને રેલી માટે પરવાનગી આપી છે, પરંતુ સાથે જ જો તણાવ અથવા શાંતિ અને વ્યવસ્થા પર ખતરો જેવી કોઈ સ્થિતિ ઊભી થાય છે તો તેની જવાબદારી પણ સોંપી છે. આ ખાસ કરીને એટલા માટે છે કારણ કે BMCના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેનાથી કાયદો અને વ્યવસ્થા માટે કોઈ સમસ્યા ઉભી થવી જોઈએ નહીં, તેથી બંને જૂથોને મંજૂરી આપવામાં આવી નથી. આ જ કારણ છે કે કોર્ટે શાંતિ અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ ઠાકરે જૂથની શિવસેના પર નાખી હતી અને ઠાકરે જૂથે પણ કોર્ટને બાંહેધરી આપી હતી કે રેલીમાં કોઈ ગડબડ નહીં થાય.

વાજતેગાજતે આવજો પણ કોઈ ગડબડી થવી ન જોઈએ

ઉદ્ધવ ઠાકરેએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અમને રેલીની પરવાનગી મળી છે, કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી રાજ્ય સરકાર અને પોલીસની છે. પરંતુ અમે પણ અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. ઉલ્લાસ સાથે આવો, ગુલાલ ઉડાડો, પરંતુ સંપૂર્ણ શાંતિથી. તમારી પરંપરાને કલંકિત કરશો નહીં. આવું કોઈ કામ ન કરો. અમે શિવરાયના મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. બાકીના લોકો શું કરશે, ખબર નથી. પરંતુ દેશ અને દુનિયાના વિવિધ ભાગોમાં વસતા મરાઠી ભાઈ-બહેનોની નજર માત્ર દશેરા રેલી પર જ ટકેલી છે.

અમારા માટે તે લોકશાહી પ્રત્યેની નિષ્ઠા માટેની લડાઈ હતી, તેમના માટે તે પ્રતિષ્ઠાની લડાઈ હતી

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘આ અમારા માટે પ્રતિષ્ઠાની લડાઈ નહોતી. તેમના માટે હતું. અમારા માટે તે પરંપરા અને વફાદારીની વાત હતી. ન્યાયના દેવતા પ્રત્યેની અમારી નિષ્ઠા વધુ વધી છે. લોકશાહીનો વિજય થયો છે. મેં એક દિવસ પહેલા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય માત્ર શિવસેના માટે જ મહત્વપૂર્ણ નથી, તે લોકશાહીનું ભવિષ્ય પણ નક્કી કરશે.