India Corona Update: દેશમાં કોરોના વાયરસનાં 3.70 લાખ પોઝીટીવ કેસ સામે 3 લાખ સાજા થયા, સૌથી વધારે મહારાષ્ટ્રમાં કેસ

|

May 03, 2021 | 8:14 AM

India Corona Update: દેશમાં કોરોનાનો કેર યથાવત છે. દેશમાં એક જ દિવસમાં નોંધાયા 3.70 લાખ પોઝિટિવ કેસ નોંધાયા તો સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોરોનાના 56 હજાર 647 પોઝિટિવ કેસ આવ્યા હતા. દેશમાં 34 લાખ 10 હજાર 426 કેસ સક્રિય થઈ ગયા

India Corona Update: દેશમાં કોરોનાનો કેર યથાવત છે. દેશમાં એક જ દિવસમાં નોંધાયા 3.70 લાખ પોઝિટિવ કેસ નોંધાયા તો સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોરોનાના 56 હજાર 647 પોઝિટિવ કેસ આવ્યા હતા. દેશમાં 34 લાખ 10 હજાર 426 કેસ સક્રિય થઈ ગયા છે તો એક દિવસ દરમિયાન કોરોનાથી 3 હજાર 421 લોકોનાં મોત પણ નોંધાયા છે. કોરોનાથી અત્યાર સુધી દેશમાં 2.19 લાખ લોકોનાં મોત થયા છે જો કે સારી વાત એ છે કે દેશમાં એક દિવસ દરમિયાન 2 લાખ 99 હજાર 800 લોકો સાજા થઈ ગયા છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની છે જોકે રાહતની વાત એ છે કે 13 દિવસ બાદ રાજ્યમાં 13 હજારથી ઓછા કેસ નોંધાયા છે, પાછલા 10 દિવસથી ગુજરાતમાં 13 હજાર ઉપર કેસ નોંધાતા હતા જોકે દિવસ દરમિયાન કોરોના પોઝિટિવના 12 હજાર 978 કેસ નોંધાયા છે જ્યારે સારવાર દરમિયાન 153 દર્દીઓના મોત નિપજ્યા છે.

પાછલા ત્રણ દિવસમાં રાજ્યમાં સાજા થવાની ટકાવારીમાં પણ સુધારો થઈ રહ્યો છે, 1 દિવસમાં વધુ 11 હજાર 146 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે આમ રાજ્યમાં સાજા થવાનો દર 74.05 ટકા પર હવે પહોંચ્યો છે. રાજ્યમાં હજુ પણ 1 લાખ 46 હજાર 818 એક્ટિવ કેસ નોંધાયેલા છે જે પૈકી 722 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે જ્યારે, 1 લાખ 46 હજાર 96 દર્દીની સ્થિતિ સ્ટેબલ અવસ્થા હેઠળ છે.

અત્યાર સુધીમાં કુલ 4 લાખ 40 હજાર 276 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે તો પાછલા એક વર્ષમાં ગુજરાતમાં કુલ 7 હજાર 508 દર્દીઓએ સારવાર દરમિયાન જ જીવ ગુમાવ્યો છે. કોરોનાની આ મહામારી વચ્ચે રાજ્યમાં કુલ 1 લાખ 27 હજારથી વધુ લોકોએ રસી લીધી છે.

સમગ્ર રાજ્યની સાથે હવે અમદાવાદ શહેરની સ્થિતિ પર એક નજર કરીએ તો,,અમદાવાદમાં કુલ 4 હજાર 744 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં 4 હજાર 683 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વધુ 61 કેસ પોઝિટિવ નોંધાયા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 27 દર્દીઓના મોત નિપજ્યા છે. શહેરમાં 3 હજાર 510 દર્દીઓ દિવસ દરમિયાન સાજા થયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 21 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

Next Video