ગુજરાત અમારો ભાઈ છે, પાકિસ્તાનનો ભાગ નથી, જાણો આવું કેમ કહ્યું દેવેન્દ્ર ફડણવીસે

|

Sep 17, 2022 | 10:13 AM

નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, જ્યારે તમે (મહા વિકાસ આઘાડી) સત્તામાં હતા (નવેમ્બર 2019 થી જૂન 2022 સુધી), પ્રત્યક્ષ વિદેશી રોકાણ લાવવાની બાબતમાં મહારાષ્ટ્ર એ ગુજરાતથી પાછળ હતું. આગામી બે વર્ષમાં મહારાષ્ટ્રને અમે ગુજરાત કરતા આગળ લઈ જઈશું.

ગુજરાત અમારો ભાઈ છે, પાકિસ્તાનનો ભાગ નથી, જાણો આવું કેમ કહ્યું દેવેન્દ્ર ફડણવીસે
Devendra fadnavis (File Image )
Image Credit source: File Image

Follow us on

ગુજરાત (Gujarat ) સરકારે કરોડો રૂપિયાના વેદાંત-ફોક્સકોન સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને સમર્થન આપ્યું હોવાની ટીકા વચ્ચે, મહારાષ્ટ્રના(Maharashtra) નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું કે ગુજરાત પાકિસ્તાનનો ભાગ નથી. તેમણે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રની અગાઉની મહા વિકાસ અઘાડી સરકારના કાર્યકાળ દરમિયાન કોઈપણ સબસિડી લેવા માટે 10 ટકા કમિશન આપવું પડતું હતું. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાનું નામ લીધા વિના, ફડણવીસે પક્ષ પર પ્રહારો કર્યા અને કહ્યું કે ઠાકરે સરકારે રાજ્યમાં રિફાઈનરી જેવા મોટા પ્રોજેક્ટનો વિરોધ કર્યો.

તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ સાથે મહારાષ્ટ્ર અન્ય રાજ્યો કરતાં દસ વર્ષ આગળ વધી શક્યું હોત. ફડણવીસે ઠાકરે પર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન અને મુંબઈ મેટ્રો-3 પ્રોજેક્ટને રોકવાનો આરોપ લગાવ્યો હતો. ફડણવીસે જણાવ્યું હતું કે જૂનના અંતમાં તેઓ નાયબ મુખ્ય પ્રધાન બન્યા કે તરત જ તેઓ વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલને વ્યક્તિગત રીતે મળ્યા હતા અને મહારાષ્ટ્રે ગુજરાતની જેમ કંપનીને પણ તે જ પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત અમારો ભાઈ છે, પાકિસ્તાનનો ભાગ નથી

નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, જ્યારે તમે (મહા વિકાસ આઘાડી) સત્તામાં હતા (નવેમ્બર 2019 થી જૂન 2022 સુધી), પ્રત્યક્ષ વિદેશી રોકાણ લાવવાની બાબતમાં મહારાષ્ટ્ર એ ગુજરાતથી પાછળ હતું. આગામી બે વર્ષમાં મહારાષ્ટ્રને અમે ગુજરાત કરતા આગળ લઈ જઈશું. અહીં કાર્યક્રમમાં હાજરી આપતાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત પાકિસ્તાન નથી. તે અમારો ભાઈ છે. આ એક સ્વસ્થ સ્પર્ધા છે. અમે કર્ણાટકથી પણ આગળ વધવા માંગીએ છીએ.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

અધિકારીએ શું કહ્યું?

વિવાદ વચ્ચે અધિકારીઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ સંયુક્ત સાહસ કંપનીને 29 જુલાઈએ પૂણે નજીક પ્લાન્ટ સ્થાપવા માટે સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવા માટે બોલાવ્યા હતા. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે વેદાંતે પ્રસ્તાવિત પ્લાન્ટ અંગે આ વર્ષે જાન્યુઆરીથી તત્કાલીન મહા વિકાસ અઘાડી (MVA) સરકાર સાથે વાતચીત શરૂ કરી હતી. મે મહિનામાં, કંપનીએ પ્લાન્ટ સ્થાપવા માટે પ્રસ્તાવિત રાજ્યોની યાદીમાં મહારાષ્ટ્રને સ્થાન આપ્યું હતું, જ્યારે જૂનમાં સરકારે સંભવિત પ્રોત્સાહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પેકેજ તૈયાર કર્યું હતું.

Next Article