દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં ફરી મર્ડરનો મામલો સામે આવ્યો છે. શહેરના ચર્ચગેટ વિસ્તારમાં મંગળવાર 6 જૂને એક યુવતીની ગર્લ્સ હોસ્ટેલમાં રેપ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. જોકે પોલીસ હત્યાના દૃષ્ટિકોણથી કેસની તપાસ કરી રહી છે. સાથે જ આ હોસ્ટેલના ચોકીદારની લાશ પણ મળી આવી છે.
મૃતક યુવતીની ઉંમર 18 થી 20 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. મરીન ડ્રાઈવ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને GRP એ એડીઆર નોંધી છે. યુવતી ગર્લ્સ હોસ્ટેલના ચોથા માળે રહેતી હતી, જે અકોલાની રહેવાસી હોવાનું કહેવાય રહ્યું છે. આ ઘટનાની જાણ હોસ્ટેલના લોકોને સાંજેના 4 વાગ્યાના સમયે થઈ હતી. હાલ પોલીસ બે એંગલથી મામલાની તપાસ કરી રહી છે.
આ હત્યા અંગે એડિશનલ કમિશનર સાઉથ રિજન અભિનવ દેશમુખે જણાવ્યું કે ચર્ચગેટ સ્થિત સાવિત્રીબાઈ ફુલે નામની હોસ્ટેલના એક રૂમમાંથી એક છોકરીની લાશ મળી આવી હતી. તેના ગળામાં દુપટ્ટો હતો અને મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
પોલીસ આરોપી ચોકીદારને શોધી રહી હતી, જે ડ્રાઇવ ગર્લ્સ હોસ્ટેલમાં કામ કરતો હતો, પરંતુ તેનો મૃતદેહ પણ પોલીસને મળી આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ચોકીદારનો મૃતદેહ ચર્ની રોડ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો.
ચોકીદારની ઓળખ 35 વર્ષીય ઓમ પ્રકાશ કનોજિયા તરીકે થઈ છે. જો કે હજુ સુધી કોઈ વધારે જાણકારી પ્રાપ્ત થઈ નથી. ત્યારે મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં એક યુવતી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. મરીન ડ્રાઈવ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી યુવતી કેમ્પસના ચોથા માળે રહેતી હતી. હોસ્ટેલના લોકોને સાંજે 4 વાગ્યાની આસપાસ ઘટનાની જાણ થઈ હતી. પોલીસને શંકા છે કે તેણી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.છે.