મહારાષ્ટ્ર (Maharashtra)ના સીએમ ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) તેમના ભૂતપૂર્વ સાથી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. આના પર પૂર્વ સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે (Former CM Devendra Fadnavis) તીખો પલટવાર કરતા શિવસેના (Shivsena) પર આકરા પ્રહારો કર્યા.
તેમણે કહ્યું કે શિવસેના પ્રમુખ ઠાકરેની મુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા હતી, જે તેમણે પૂરી પણ કરી છે. આ દરમિયાન તેમણે શિવસેના પર બેઈમાની કરીને સત્તા પર આવવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હું સીએમ ઉદ્ધવ ઠાકરેને યાદ અપાવવા માંગુ છું કે લોકોએ ભાજપને નકારી નથી. પરંતુ શિવસેના જનતા સાથે છેતરપિંડી કરીને સત્તામાં આવી છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ સ્વીકારવું જોઈએ કે તેમની મુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા હતી અને જે તેમણે પૂરી પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે શિવસેનાની વાર્ષિક દશેરા રેલીને સંબોધિત કરતી વખતે CM ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે કહ્યું હતું કે શિવસેનાએ મરાઠી લોકો અને હિન્દુઓની એકતા માટે કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને શિવસેનાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે તેમની પાર્ટીએ ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. આ અંગે સીએમ ઠાકરેએ કહ્યું કે ભાજપની સત્તાની ભૂખ એક વ્યસન જેવી બની ગઈ છે. ભાજપને પડકારતા તેમણે કહ્યું કે તેમણે રાજ્યની વર્તમાન ગઠબંધન સરકારને પાડીને બતાવે.
તેમણે કહ્યું કે ભાજપ ન તો સાવરકરને સમજી શક્યો છે અને ન તો મહાત્મા ગાંધીને. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે તેમને તેમની હિન્દુત્વની વિચારધારા પર ગર્વ છે, પરંતુ એક પ્રાંતના મુખ્યમંત્રી હોવાના કારણે તેઓ તમામ નાગરિકો માટે સમાન લાગણી ધરાવે છે.
જણાવી દઈએ કે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે જ્યાં સુધી તેમના શરીરમાં લોહીનું છેલ્લું ટીપું છે ત્યા સુધી તેઓ મહારાષ્ટ્રને પશ્ચિમ બંગાળ બનવા નહીં દે. તેમણે કહ્યું કે બંધારણ બદલવાનું ષડયંત્ર પણ સફળ થવા દેવામાં આવશે નહીં. આ દરમિયાન શનિવારે દશેરા પરિષદને સંબોધતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં રાજકીય હત્યાઓ થઈ રહી છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. અપહરણ અને ખંડણીના ડરને કારણે વેપારીઓ તેમના ધંધા સાથે અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે. જો સીએમ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં પરિસ્થિતિને આ રીતે બનાવવા માંગે છે તો મહારાષ્ટ્રમાં આવું ક્યારેય થવા દેવામાં આવશે નહીં.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી તેનો વિરોધ કરતા રહેશે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મુખ્યમંત્રી ઠાકરે સામ્યવાદી અને વામપંથી લોકો સાથે મળીને ડો.ભીમરાવ આંબેડકરે બનાવેલા બંધારણને બદલવાનું કાવતરું ઘડી રહ્યા છે. આ કાવતરું પણ કોઈપણ કિંમતે સફળ થવા દેવામાં આવશે નહીં.
આ પણ વાંચો : આર્યન ડ્રગ્સ કેસને લઈને મુખ્ય પ્રધાન ઉદ્ધવે NCB પર સાધ્યુ નિશાન, કહ્યુ ‘સેલિબ્રિટીને પકડીને ઢોલ વગાડે છે’
Published On - 7:44 pm, Sat, 16 October 21