મુંબઈના વિરારની વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગ, 13 દર્દીના મોત

|

Apr 23, 2021 | 9:14 AM

મુંબઈના વિરારમાં ( VIRAR ) આવેલી વિજય વલ્લભ હોસ્પિટલમાં ( VIJAY VALLABH HOSPITAL ) લાગેલી આગમાં સારવાર માટે દાખલ થયેલા કુલ 13 લોકોના મૃત્યુ નિપજ્યા છે.

મુંબઈના વિરારમાં ( VIRAR) આવેલી વિજય વલ્લભ હોસ્પિટલમાં ( VIJAY VALLABH HOSPITAL ) આગ લાગવાનો બનાવ બન્યો છે. આગનો બનાવ સવા ત્રણ વાગ્યે બન્યો હોવાનું કહેવાઈ રહ્યુ છે. શોર્ટ સરકીટને કારણે આગ લાગી હોવાનું કહેવાઈ રહ્યુ છે. હોસ્પિટલમાં કુલ 17 દર્દીઓ સારવાર માટે દાખલ હતા. જેમાંથી 5 દર્દીને અન્યત્ર સારવાર માટે મોકલાયા હતા.

મોડી રાત્રે વિજય વલ્લભ હોસ્પિટલના આઈસીયુ (ICU) વોર્ડમાં આગ લાગી હતી. આઈસીયુ વોર્ડમાં હવાની અવરજવર માટેની વ્યવસ્થા ના હોવાથી આગ જોતજોતામાં સમગ્ર વોર્ડમાં ફેલાઈ ગઈ હતી અને સારવાર માટે દાખલ દર્દીઓમાંથી 13 દર્દીઓના મોત નિપજ્યા હતા. જો કે આગની ઘટનામાંથી કુલ પાંચ વ્યક્તિઓને બચાવી લેવાયા છે. તેઓને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યા છે.

આગની ઘટનાની જાણ થતા જ મુંબઈના વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

 

આ દુર્ધટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ  દુઃખ વ્યક્ત કર્યુ  હોવાનું પીએમઓ ઈન્ડિયા દ્વારા ટવીટ કરાયુ છે.

Published On - 7:39 am, Fri, 23 April 21

Next Video