શિવસેનાના કાર્યક્રમમાં જ વિજચોરી! ઉર્જામંત્રી પર ઉઠ્યા સવાલો, શું નીતિન રાઉત ગુનેગારો સામે પગલાં લેશે?

|

Apr 22, 2022 | 10:10 PM

ઉર્જા પ્રધાન નીતિન રાઉતે (Energy Minister Nitin Raut ) ગયા ગુરુવારે જ જાહેરાત કરી હતી કે જ્યાં વીજળીની ચોરી થઈ રહી છે ત્યાં લોડ શેડિંગ કરવામાં આવશે અને ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

શિવસેનાના કાર્યક્રમમાં જ વિજચોરી! ઉર્જામંત્રી પર ઉઠ્યા સવાલો, શું નીતિન રાઉત ગુનેગારો સામે પગલાં લેશે?
Shiv Sena MP Sanjay Raut (file photo)

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra) ઉર્જા મંત્રી નીતિન રાઉતના (Energy Minister Nitin Raut) નાગપુરમાં જ વીજ ચોરીનો મામલો સામે આવ્યો છે. આ વીજ ચોરી બીજે ક્યાંય નહી પરંતુ શિવસેનાના સાંસદ સંજય રાઉતના (Shiv Sena MP Sanjay Raut) કાર્યક્રમમાં થઈ છે. તમને જણાવી દઈએ કે સંજય રાઉત આ દિવસોમાં નાગપુરમાં છે અને શિવસેનાના કાર્યકર્તાઓને મળી રહ્યા છે. ગુરુવારે સાંજે આવી જ એક બેઠક દરમિયાન વીજ ચોરીનો મામલો સામે આવ્યો હતો. જે બાદ સવાલ એ ઉઠ્યો હતો કે જ્યારે સરકારના નેતાઓના કાર્યક્રમમાં વીજ ચોરી થાય છે ત્યારે રાજ્યની શું હાલત થશે? હાલમાં, વિદ્યુત બોર્ડે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ જ્યારે નીતિન રાઉતને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓને આ મામલે પુરી જાણકારી નથી.

અનેક વિસ્તારોમાં પાવર કટ

મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પાવર કટ છે. કારણ કે વીજળીનો ઉપયોગ હવે 27 હજાર મેગાવોટથી વધી ગયો છે. કોલસાની અછતને કારણે માગ છે તેટલી વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું નથી. વધતા તાપમાનના કારણે, વીજળીનો વપરાશ વધ્યો છે. જેના કારણે સરકારને કેટલાક જિલ્લાઓમાં લોડ શેડિંગ કરવાની ફરજ પડી છે. આ કાળઝાળ ગરમીમાં લોકોને વીજકાપની પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

વીજ ચોરી થાશે ત્યાં લોડ શેડિંગ છેઃ ઉર્જા મંત્રી

ઉર્જા પ્રધાન નીતિન રાઉતે ગયા ગુરુવારે જ જાહેરાત કરી હતી કે જ્યાં વીજ ચોરી થઈ રહી છે ત્યાં લોડ શેડિંગ કરવામાં આવશે અને આવી ચોરીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ તેમની જાહેરાત બાદ તરત જ તેમના મતવિસ્તાર નાગપુરમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની સભા માટે વીજળીની ચોરી થઈ હોવાની વાત સામે આવી હતી. એવો આરોપ છે કે લાઈટ અને સ્પીકર માટે મહારાષ્ટ્ર વિદ્યુત વિતરણ કંપનીની લાઇનમાંથી વીજ ચોરી કરવામાં આવી હતી. હવે લોકોનો એ જ સવાલ છે કે જો કોઈ રાજકીય પક્ષના કાર્યક્રમમાં વીજ ચોરી થાય છે તો સરકાર કોના પર કાર્યવાહી કરશે?

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

શિવસેનાએ આ આરોપને પાયાવિહોણા ગણાવ્યા

બીજી તરફ શિવસેનાના સ્થાનિક નેતા નીતિન તિવારીએ આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે કોઈ ચોરી થઈ નથી. નજીકના મંદિરમાંથી વીજળી લેવામાં આવી હતી. જો કે, આ બાબતની નોંધ લેતા હવે વીજ બોર્ડે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જ્યારે ઉર્જા પ્રધાન નીતિન રાઉતને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓને આ મામલે પુરી જાણકારી નથી.

આ પણ વાંચો: મહારાષ્ટ્રઃ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત, મુંબઈ પોલીસને કાર્યવાહી ન કરવા નિર્દેશ

Next Article