મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના સાળા પર EDની કાર્યવાહી, 6.45 કરોડની સંપત્તિ જપ્ત, 11 ફ્લેટ સીલ

શ્રીધર પાટણકર રશ્મિ ઠાકરેના ભાઈ છે. પુષ્પક બુલિયન કંપનીની હેરાફેરીના મામલામાં પીએમએલએ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. શ્રીધર પાટણકરના નંદ કિશોર ચતુર્વેદી નામના વ્યક્તિ સાથેના શંકાસ્પદ નાણાકીય વ્યવહારમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના સાળા પર EDની કાર્યવાહી, 6.45 કરોડની સંપત્તિ જપ્ત, 11 ફ્લેટ સીલ
Shridhar Patankar CM Uddhav Thackeray Rashmi Thackeray
| Edited By: | Updated on: Mar 22, 2022 | 8:23 PM

મહારાષ્ટ્રના (Maharashtra) સીએમ ઉદ્ધવ ઠાકરેના  (CM Uddhav Thackeray) સાળા શ્રીધર પાટણકર  (Shridhar Patankar) વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈને અડીને આવેલા થાણેમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં નીલાંબરી પ્રોજેક્ટ સાથે સંબંધિત 11 ફ્લેટ સીલ કરવામાં આવ્યા છે અને 6.45 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. શ્રીધર પાટણકર રશ્મિ ઠાકરેના ભાઈ છે. પુષ્પક બુલિયન કંપનીની હેરાફેરીના મામલામાં પીએમએલએ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. શ્રીધર પાટણકરના નંદ કિશોર ચતુર્વેદી નામના વ્યક્તિ સાથેના શંકાસ્પદ નાણાકીય વ્યવહારમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

નંદ કિશોર ચતુર્વેદી પર પુષ્પક બુલિયન પ્રાઈવેટ લિમિટેડ કંપનીના નાણાંકીય ગેરરીતિમાં આરોપી મહેશ પટેલ અને ચંદ્રકાંત પટેલના સહયોગી હોવાનો આરોપ છે. ઈડીએ 2017માં મની લોન્ડરિંગ કેસમાં બંને વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં EDએ 21 કરોડ 46 લાખની સંપત્તિ જપ્ત કરી હતી. આ બંનેની સાથે નંદકિશોર ચતુર્વેદી પુષ્પક બુલિયનની આર્થિક હેરાફેરીમાં સામેલ છે. નંદકિશોર ચતુર્વેદી પર અનેક નકલી કંપનીઓ ચલાવવાનો આરોપ છે. ઈડીને બાંધકામના કામમાં નંદકિશોર ચતુર્વેદી સાથે રશ્મિ ઠાકરેના ભાઈ શ્રીધર પાટણકરના નાણાકીય વ્યવહારો હાથ લાગ્યા છે.

શ્રીધર પાટણકર શ્રી સાંઈ બાબા ગૃહ નિર્માણ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના માલિક છે. તેને હમસફર ડીલર કંપની પાસેથી 30 કરોડ રૂપિયાની લોન મળી હતી. લોન માટે કોઈ શરત નહોતી. EDનો આરોપ છે કે આ કંપની નંદ કિશોર ચતુર્વેદીની નકલી કંપની છે. આ કંપની તરફથી શ્રીધર પાટણકરને થાણેમાં નિલાંબરી પ્રોજેક્ટ માટે પૈસા આપવામાં આવ્યા હતા. એટલે કે, પાટણકરના આ પ્રોજેક્ટમાં પુષ્પક બુલિયન કૌભાંડના નાણા રોકાયા છે, નંદ કિશોર ચતુર્વેદીની નકલી કંપનીના પૈસા રોકાયા છે.

રાજકીય બદલાની ભાવના અને ષડયંત્ર હેઠળ કાર્યવાહી કરવામાં આવી – સંજય રાઉત

આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે શ્રીધર પાટણકર અમારા પરિવારના સભ્ય છે. EDની આ કાર્યવાહી રાજકીય દબાણ અને બદલાની ભાવનાથી કરવામાં આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓના માધ્યમથી અમે તમને ડરાવી શકીએ છીએ, તમને પ્રભાવિત કરી શકીએ છીએ, આ સંદેશ આપવામાં આવી રહ્યો છે.

બીજેપી નેતાઓ કહે છે કે, મોદીજીનું સપનું- ન ખાઈશ, ન ખાવા દઈશ

આ અંગે ભાજપ વતી વિધાન પરિષદમાં વિપક્ષી નેતા પ્રવીણ દરેકરે કહ્યું છે કે કાયદા સમક્ષ બધા સમાન છે. બીજેપીના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી સ્પષ્ટ કહે છે કે તેઓ ખાશે નહીં, ખાવા દેશે નહીં. તો પછી આ કાર્યવાહી પર આટલો બધો હોબાળો શા માટે? આ કાર્યવાહી બાદ ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના રાજીનામાની માંગ કરી છે.

કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ આજે દેશ સમક્ષ સૌથી મોટો પ્રશ્ન  – શરદ પવાર

આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતાં શરદ પવારે કહ્યું છે કે દેશની સામે આજે સૌથી મોટો પ્રશ્ન કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ છે. લોકોને હેરાન કરવા માટે જ આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.થોડા વર્ષો પહેલા સુધી લોકોને ઈડી નામની સંસ્થાનું નામ પણ ખબર ન હતી. આજે દુરુપયોગના કારણે ઈડીનું નામ ગામડે ગામડે પહોંચી ગયું છે.

આ પણ વાંચો : Maharashtra: RSSના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે નાગપુરમાં લગાવ્યા સનસનાટીભર્યા આરોપ, કહ્યું PFI હિંસક ગતિવિધિઓમાં સામેલ છે