મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસના (Devendra Fadnavis) પત્ની અમૃતા ફડણવીસ (Amruta Fadnavis) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મહારાષ્ટ્રની રાજકીય હિલચાલ અંગેના તેમના ટ્વીટ અને તેમના ગાયેલા ગીતો ચર્ચામાં રહેતા હોય છે. અમૃતા ફડણવીસ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમના ગીતનું નવું આલ્બમ આવી ગયું છે.
તેમણે ઈન્ટરનેટ સેંશેસનલ હિટ Manike Mage Hithe સોન્ગમાંથી પ્રેરણા લઈને તેનું હિન્દી વર્ઝન લાવ્યા છે. માનિકે માગે હિતે એક શ્રીલંકન ગીત છે જે યુટ્યુબ પર ખૂબ જ લોકપ્રિય બન્યું છે. આ ગીતનું હિન્દી વર્ઝન ગાઈને અમૃતા ફડણવીસે તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કર્યું છે.
શ્રીલંકાના ગાયક યોહાની ડિલોકા ડી સિલ્વા દ્વારા ગાવામાં આવેલું આ ગીત સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહ્યું છે. આ ગીત અમૃતા ફડણવીસે હિન્દીમાં રૈપની રીતે ગાયું છે. આ ગીતનો વીડિયો શેર કરતા અમૃતા ફડણવીસે જોરદાર કેપ્શન લખ્યુ છે. તેમણે લખ્યું છે કે ‘હાલના સમયમાં તપી રહેલા રાજકીય વાતાવરણમાં આ શાનદાર ગીત સાથે થોડા ચિલ – પિલ થઈ જાવ’
ફેસબુક પર આ ગીતની લિંક શેર કરતી વખતે અમૃતા ફડણવીસે ધ્યાન રાખ્યું છે કે કોઈ તેના પર કોમેન્ટ ન કરી શકે. આ પહેલા પણ તેમને ઘણીવાર ટ્રોલ કરવામાં આવ્યા છે. તેથી આ વખતે ટ્રોલર્સના નિશાનથી બચવા માટે તેમણે કોમેન્ટ સેક્શન બ્લોક રાખ્યું છે.
અમૃતા ફડણવીસે આ ગીતનો વીડિયો ફેસબુક પર શેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર આ ગીત પર ઝડપથી પ્રતિક્રિયાઓ મળવા લાગી છે. કેટલાકને આ ગીત ગમ્યું અને વખાણ્યું તો કેટલાક લોકોએ ફરી એકવાર આ ગીત માટે અમૃતા ફડણવીસને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એટલે કે, સાવચેતી હોવા છતાં અમૃતા ફડણવીસ ટ્રોલર્સ દ્વારા નિશાન બનવાનું ટાળી શકી નથી. ટ્રોલર્સ એક યા બીજી રીતે ટ્રોલ કરવાની તક છોડતા નથી. કેટલાકે તો ગીતનું હિન્દી વર્ઝન ગાવાને બદલે નવું ગીત ગાવાનું પણ સૂચન કર્યું હતું.
આ પણ વાંચો : Farm Laws Withdrawn : ‘ભક્તો હજી કહેશે, વાહ ! શું માસ્ટરસ્ટ્રોક છે’, શિવસેનાએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર