નટુકાકાનું નિધન, તારક મહેતા કા ઉલટા ચશ્માંના અભિનેતા ઘનશ્યામ નાયકનું અવસાન

|

Oct 03, 2021 | 6:57 PM

Natukaka : નટુકાકાએ જીવનના રંગમંચ પરથી વિદાય લીધી છે. નટુકાકાના અવસાનથી ગુજરાતી અભિનય જગતમાં મોટી ખોટ પડી છે. તેઓ છેલ્લા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા.

નટુકાકાનું નિધન, તારક મહેતા કા ઉલટા ચશ્માંના અભિનેતા ઘનશ્યામ નાયકનું અવસાન
Death of Ghanshyam Nayak aka natukaka actor of Tarak Mehta Ka Ulta Chashma

Follow us on

MUMBAI : અત્યંત દુખદ સમાચાર આવ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયકે આ વિશ્વને અલવિદા કહ્યું. 250 થી વધુ ફિલ્મો, નાટ્ય,થિયેટર અને છેલ્લા કેટલાય સમયથી નટુકાકાના પાત્રથી જાણીતા ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે નથી રહ્યા.

તારક મહેતા કા ઉલટા ચશ્માંના અભિનેતા ઘનશ્યામ નાયક એટલે કે નટુકાકાનું અવસાન થયું છે. નટુકાકાએ જીવનના રંગમંચ પરથી વિદાય લીધી છે. નટુકાકાના અવસાનથી ગુજરાતી અભિનય જગતમાં મોટી ખોટ પડી છે. તેઓ છેલ્લા સમયથી બીમાર હતા.

ભવાઇ અને જુની રંગભૂમિ થી શરૂ કરીને છેલ્લે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના નટુકાકા તરીકે વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત આદરણીય ઘનશ્યામભાઈ નાયકનું કેન્સરની ટુંકી બીમારી બાદ દુઃખદ અવસાન થયું છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

‘તારક મહેતા’ ફૅમ નટુકાકાનું 77 વર્ષની ઉંમરે નિધન, છેલ્લાં એક વર્ષથી કેન્સર હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી.

હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી.ગયા સપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઓક્ટોબર મહિના સુધી નટુકાકાની કેન્સરની સારવાર ચાલી હતી. આ સારવારના છ મહિના બાદ નટુકાકાનો પેટ સ્કેન કરાવવામાં આવ્યો હતો.

આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પોટ જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ફેફસાંમાં પણ એક-બે નવા શંકાસ્પદ સ્પોટ દેખાયા હતા. આ કેન્સરના જ સ્પોટ હોવાનું પછીથી નિદાન થયું હતું અને એ માટે કિમોથેરપી ફરી એકવાર કરવી પડશે, એમ ડૉક્ટર્સે જણાવ્યું હતું.

Published On - 6:34 pm, Sun, 3 October 21

Next Article