5 વર્ષ પહેલા રોડ અકસ્માતમાં થયું હતું મોત, હવે પરિવારને મળશે 39.95 લાખનું વળતર

|

Apr 17, 2022 | 3:35 PM

વળતરની રકમમાં કન્સોર્ટિયમને થયેલા નુકસાન માટે રૂ. 40,000 અને મિલકતને નુકસાન અને અંતિમ સંસ્કારના ખર્ચ માટે રૂ. 15,000નો સમાવેશ થાય છે.

5 વર્ષ પહેલા રોડ અકસ્માતમાં થયું હતું મોત, હવે પરિવારને મળશે 39.95 લાખનું વળતર
Reward-for-accident-helper

Follow us on

મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ (MACT)એ RTO એકાઉન્ટન્ટના પરિવારને 39.95 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. જેઓ વર્ષ 2017માં રોડ અકસ્માતમાં માર્યા ગયા હતા. MACTના સભ્ય વલી મોહમ્મદે તેમના આદેશમાં ‘દિલ્હી ગુજરાત ફ્લીટ કેરિયર્સ પ્રાઈવેટ લિમિટેડ’ અને ‘ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ’ને સંયુક્ત રીતે દાવો દાખલ કર્યાની તારીખથી બે મહિનાની અંદર સાત ટકાના વ્યાજના દરે ચુકવણી કરવા અથવા જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આઠ ટકા વ્યાજ ચૂકવવા આદેશ કર્યો હતો.

બાળકોને ત્રણ લાખ રૂપિયા

MACT 1 એપ્રિલે આ આદેશ આપ્યો હતો, જેની એક નકલ શનિવારે ઉપલબ્ધ થઈ હતી. માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર અરવિંદ સાવંતના પરિવારે આ દાવો કર્યો છે. 2 ઑક્ટોબર 2017ના રોજ, પેન પોલીસ ચોકી પાસે પુર ઝડપે ચાલતા ટ્રક સાથે અથડામણમાં સાવંતનું મૃત્યુ થયું હતું.

રૂ. 49,589 પગાર હતો

દાવેદારોના વકીલ સચિન માનેએ ટ્રિબ્યુનલને માહિતી આપી હતી કે સાવંત તે સમયે ડેપ્યુટી એકાઉન્ટન્ટ હતા અને તેમને દર મહિને  પગાર પેટે રૂ. 49,589 મળતા હતા. ટ્રિબ્યુનલે સાવંતની પત્નીના નામે 5 લાખ રૂપિયા અને તેમના બે બાળકોના નામે 3-3 લાખ રૂપિયા ત્રણ વર્ષ માટે FD તરીકે રોકાણ કરવાનો આદેશ આપ્યો હતો. ટ્રિબ્યુનલે બંને બાળકોને 3 લાખ રૂપિયા અને બાકીની રકમ સાવંતની પત્નીને ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો.

આ અકસ્માત 2017માં થયો હતો

વળતરની રકમમાં કન્સોર્ટિયમને થયેલા નુકસાન માટે રૂ. 40,000 અને મિલકતને નુકસાન અને અંતિમ સંસ્કારના ખર્ચ માટે રૂ. 15,000નો સમાવેશ થાય છે. ઓક્ટોબર 2017માં સાવંતની પેન પોલીસ ચોકી પાસે એક્સિડન્ટ થયું હતું. સાવંતનું ઝડપી ટ્રક સાથે અથડામણમાં મોત થયું હતું.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 
આ પણ વાંચો :કોરોનાથી ભારતમાં 40 લાખ લોકોના મોત! નવા રિપોર્ટ પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન, કહ્યું મોદીજી ના સાચુ બોલે છે, ના બોલવા દે છે
આ પણ વાંચો :Russia Ukraine war: મેરીયુપોલમાં રશિયાએ યુક્રેનિયન સૈનિકોને ચેતવણી આપી, કહ્યું- જીવ બચાવવો હોય તો સરેન્ડર કરો
Next Article