
મુંબઈના દરિયામાં હાલમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. જેને લઈને પ્રશાસને સ્થાનિક લોકોને દરિયાની નજીક જવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

કેટલીક જગ્યાએ મકાનની દિવાલ પડવાથી, ભારે પવન ફૂંકાવાને કારણે મંડપ તેમજ છાપરા પણ ઉડતા જોવા મળ્યા છે.

વાવાઝોડાની અસરને પગલે લોકોના વ્હીકલને પણ નુક્શાન થયુ છે, કેટલીક જગ્યાએ બાઈક અને કાર પર ઝાડ પડવાથી સામાન્ય માણસને નુક્શાન થયુ છે.

Cyclone Tauktaeથી 13ના મોત, વીજ થાભલા તુટી જતા 5951 ગામમાં અંધારપટ

કેટલીક જગ્યાઓએ ઈલેક્ટ્રીસીટીના થાંભલા પડી જવાથી વિજળી પુરવઠો પણ બંધ થઈ ગયો છે. વાવાઝોડાની અસરને પગલે લોકોના વ્હીકલને પણ નુક્શાન થયુ છે કેટલીક જગ્યાએ બાઇક અને કાર પર ઝાડ પડવાથી સામાન્ય માણસને નુક્શાન થયુ છે.

મુંબઈમાં આ વાવાઝોડુ મિલકતોને ભારે પ્રમાણમાં નુક્શાન પહોંચાડી રહ્યુ છે.