Maharashtra: સહમતિથી શારીરિક સંબંધને શોષણ ન કહી શકાય, નાગપુર સેશન્સ કોર્ટનો નિર્ણય

|

Feb 19, 2022 | 11:43 PM

પહેલા પરસ્પર સંમતિથી શારીરિક સંબંધ બાંધવો અને પછી જો કોઈ કારણસર મતભેદ થાય તો તેને બળાત્કાર કહેવું યોગ્ય નથી. તેમ કહી મહારાષ્ટ્રના નાગપુરની સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો.

Maharashtra: સહમતિથી શારીરિક સંબંધને શોષણ ન કહી શકાય, નાગપુર સેશન્સ કોર્ટનો નિર્ણય
Court (Representative Image)

Follow us on

જો કોઈ સમજુ અને પુખ્ત સ્ત્રી પોતાની સ્વતંત્ર ઈચ્છાથી કોઈની સાથે શારીરીક સંબંધ (Consensual  intercourse) બનાવે છે. પાછળથી, કોઈ કારણસર સંબંધ આગળ વધતો નથી અને તૂટે છે, તો તે પુરુષને બળાત્કાર અથવા શોષણ માટે દોષી ઠેરવી શકાય નહીં. મહારાષ્ટ્રના નાગપુરની સેશન્સ કોર્ટે (Sessions Court) આ નિર્ણય આપ્યો છે. જજ સુનીલ પાટીલે આ નિર્ણય સંભળાવ્યો છે. આ કેસમાં આરોપી સાગર ચુનીલાલ દડુરે મહાદુલા વિસ્તારનો રહેવાસી છે. સાગર એક ખાનગી સંસ્થામાં નોકરી કરે છે. પરંતુ તે પહેલા, તેના અભ્યાસ દરમિયાન, તેનો એક છોકરી સાથે પરિચય થયો. ઓળખાણ મિત્રતામાં બદલાઈ (Friendship turned into love affairs) અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. આ પછી બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા.

સાગરનો વિચાર સંબંધિત મહિલા સાથે લગ્ન કરવાનો હતો. પરંતુ સાગરના પરિવારજનોએ તેનો વિરોધ કર્યો હતો. જેથી સાગર તેની પ્રેમિકા સાથે લગ્ન કરી શક્યો ન હતો. સાગરના માતા-પિતાએ આ છોકરીને વહુ તરીકે સ્વીકારી ન હતી. જ્યારે સાગરે લગ્ન કરવાની ના પાડી ત્યારે સંબંધિત મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે સાગરે તેની સાથે છેતરપિંડી કરી છે, તેની સાથે બળાત્કાર કર્યો છે.

લગ્નનું વચન નહોતું આપ્યું ,બળજબરી નહીં તો બળાત્કાર કેવી રીતે કર્યો

પોલીસ સ્ટેશનથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. બંને પક્ષના વકીલોએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી. સાગરના વકીલ આરકે તિવારીએ કોર્ટને જણાવ્યું કે સંબંધિત મહિલાએ તેની સંમતિથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. સાગરે કોઈ જબરદસ્તી કરી નથી. સાગરનો ઈરાદો છેતરવાનો નહોતો. તેનો ઈરાદો લગ્ન કરવાનો હતો. તે જ સમયે, સાગરે લગ્ન કરવાનું કોઈ વચન પણ આપ્યું ન હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સંમતિથી કર્યું સેક્સ, મતભેદ થયા, પછી કહ્યું બળાત્કાર- કેસ આમ ન ચાલે

સાગરના વકીલનો દાવો કોર્ટમાં પુરવાર થયો હતો. જેના કારણે કોર્ટે સાગરને નિર્દોષ જાહેર કરી આરોપોમાંથી મુક્ત કર્યો હતો. કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પુખ્ત અને સમજુ મહિલા સાથે તેની સંમતિથી શારીરિક સંબંધ બાંધવામાં આવે તો તેને શોષણ કે બળાત્કાર નહીં કહેવાય. પહેલા પરસ્પર સંમતિથી શારીરિક સંબંધ બાંધવો અને પછી જો કોઈ કારણસર મતભેદ થાય તો તેને બળાત્કાર કહેવું યોગ્ય નથી. તેમ કહી કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યો હતો.

આ પણ વાંચો :  Maharashtra: દેશભરમાં રસ્તાઓ બનાવનાર પરિવહન મંત્રી નીતિન ગડકરીનું દર્દ, પોતાના ઘરની સામે બે કિલોમીટરનો રસ્તો નથી બનાવી શક્યા

 

Next Article