Vaccination in Maharashtra : PM મોદીની સાથેની બેઠક પહેલા CM ઉદ્ધવ ઠાકરેની ટકોર, ‘મહારાષ્ટ્રમાં 30 નવેમ્બર સુધી 100 ટકા વેક્સિનેશન કરો કંપ્લીટ’

|

Nov 03, 2021 | 6:50 AM

મુખ્યમંત્રીએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને 30 નવેમ્બર સુધીમાં પોતપોતાના જિલ્લાઓમાં 100% રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા નિર્દેશ આપ્યો હતો.

Vaccination in Maharashtra : PM મોદીની સાથેની બેઠક પહેલા CM ઉદ્ધવ ઠાકરેની ટકોર, મહારાષ્ટ્રમાં 30 નવેમ્બર સુધી 100 ટકા વેક્સિનેશન કરો કંપ્લીટ
Chief Minister Uddhav Thackeray

Follow us on

Vaccination in Maharashtra: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બુધવારે (3 નવેમ્બર) કોવિડ રસીકરણ અભિયાનની સમીક્ષા કરવા જઈ રહ્યા છે. અગાઉ, સીએમ ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) એ મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિભાગીય કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં, સીએમ ઉદ્ધવ ઠાકરેએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને રસીકરણ કાર્યક્રમને ઝડપી બનાવવા અને 30 નવેમ્બર સુધીમાં 100% રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કરવા નિર્દેશ આપ્યો હતો. એટલે કે, મહિનાના અંત સુધીમાં, મહારાષ્ટ્રમાં દરેક વ્યક્તિને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળવો જોઈએ (100% Vaccination in Maharashtra). આ ઉપરાંત મુખ્યમંત્રીએ રસીનો એક ડોઝ લઈ ચૂકેલા લોકોને સમયસર બીજો ડોઝ લેવામાં કોઈ ઢીલ ન રાખવા આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોનાની લહેર હજી પૂરી થઈ નથી. પરંતુ જેમણે રસી લીધી છે, તેમને કોરોના સંક્રમણ થવાની સંભાવના ઘણી હદ સુધી ઘટી ગઈ છે. જો કોરોના આવે તો પણ જીવનું જોખમ ઓછું હોય છે, તે સાબિત થયું છે. તેથી શહેરીજનોને અપીલ છે કે તેઓ વિના સંકોચે વહેલામાં વહેલી તકે રસી લેવાનો પ્રયાસ કરે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

‘તમારા સંબંધિત જિલ્લામાં 100% રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કરવો’
મુખ્યમંત્રીએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને 30 નવેમ્બર સુધીમાં પોતપોતાના જિલ્લાઓમાં 100% રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા નિર્દેશ આપ્યો હતો. આ માટે તમામ સ્તરે જઈને તમામ ધર્મ અને જાતિના લોકોએ રસીકરણના અભિયાનમાં ભાગ લેવો જોઈએ. મંગળવારે મુખ્યમંત્રી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં આરોગ્ય મંત્રી રાજેશ ટોપે (Rajesh Tope) જાલનાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા.

આ મહત્વની બેઠકમાં મુખ્ય સચિવ સીતારામ કુંટે, જાહેર આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.પ્રદીપ વ્યાસ, આરોગ્ય સેવા કમિશનર એન.રામાસ્વામી, મેડિકલ એજ્યુકેશન એન્ડ રિવિઝન કમિશનર સચિન્દ્ર પ્રતાપ સિંહ, મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ સીતારામ કુંટે, મુખ્ય સચિવ સીતારામ કુંટે સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના વર્ષા નિવાસસ્થાનના કમિટી રૂમમાં વિકાસ ખડગે, કોવિડ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડો.સંજય ઓક, સભ્ય ડો.શશાંક જોશી, ડો.રાહુલ પંડિત ઉપસ્થિત રહ્યા હતા.

‘કોરોના સંક્રમણનું કારણ ઓછું હોવાનું જણાવી ટેસ્ટિંગ ઘટાડશો નહીં’
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ બેઠકમાં કહ્યું કે હાલમાં કોરોનાનું સંક્રમણ ઓછું છે. પરંતુ આનો અર્થ એ નથી કે કોરોનાના ટેસ્ટિંગમાં ઘટાડો થવો જોઈએ. લોકોને કોરોના નિયમોનું ધ્યાન રાખવાની અપીલ પણ કરવામાં આવી છે. નચિંત ન બનો.

રાજ્યના વિવિધ સ્થળોએ લેબની સુવિધા વિકસાવવામાં આવી છે. તેનો ઉપયોગ કરવો જરૂરી છે. સિનેમા હોલ શરૂ થઈ રહ્યા છે. દરેક સિનેમા હોલમાં રસી સંબંધિત સંદેશાઓ બતાવવા જોઈએ. આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન કામદારો માટે રસીકરણના બંને ડોઝની શરતો ફરજિયાત બનાવો. રસીકરણ માટે દુર્ગમ વિસ્તારોમાં મોબાઈલ યુનિટનો ઉપયોગ કરો. દિવાળી પછી વિવિધ વિસ્તારોના આંકડાઓ મેળવીને તે મુજબ રસીકરણની ગતિ વધારવી અને 100% રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કરાવો.

આ પણ વાંચો: Ahmedabad: મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના સકંજામાં શહેર, જાણો ઓક્ટોબર મહિનામાં કેટલા આવ્યા કેસ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 03 નવેમ્બર: ક્રોધમાં આવીને નિર્ણય ના લેશો, તે ખોટા સાબિત થતા નુકસાન થઇ શકે

Next Article