Clubhouse App Chat: મુંબઈ પોલીસે કરી હરિયાણામાંથી 3ની ધરપકડ, જાણો શુ છે સમગ્ર મામલો

|

Jan 21, 2022 | 11:55 PM

મુંબઈ પોલીસે ક્લબહાઉસ એપ પર ચેટના સંબંધમાં હરિયાણામાંથી ત્રણ લોકોની ધરપકડ કરી છે, જેમાં મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી છે.

Clubhouse App Chat: મુંબઈ પોલીસે કરી હરિયાણામાંથી 3ની ધરપકડ, જાણો શુ છે સમગ્ર મામલો
symbolic photo

Follow us on

મુંબઈ પોલીસે (Mumbai Police)  ક્લબહાઉસ એપ ચેટ કેસના (Clubhouse App Chat) સંબંધમાં હરિયાણામાંથી ત્રણ લોકોની ધરપકડ કરી છે, જેમાં મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. ‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ અનુસાર, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સાયબર પોલીસ સ્ટેશને ગુરુવારે મોડી રાત્રે આ ધરપકડ કરી છે. ‘ગ્રૂપ ઓડિયો ચેટ’માં મુસ્લિમ મહિલાઓને નિશાન બનાવવા માટે દિલ્હી પોલીસે ક્લબહાઉસ એપ, ગૂગલને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે બે આરોપી જૈષ્ણવ કક્કડ (21) અને યશ પારાશર (22)ને ફરીદાબાદમાંથી પકડવામાં આવ્યા હતા. ત્રીજાની ઓળખ આકાશ સુયલ (19) તરીકે થઈ હતી, જેને કરનાલમાંથી પકડવામાં આવ્યો હતો.

ગુગલ અને એપ ઓપરેટરોને પત્ર લખવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે, 19 જાન્યુઆરીએ દિલ્હી પોલીસે ક્લબહાઉસ એપ અને ગૂગલને પત્ર લખીને આ કથિત ઓડિયો ગ્રુપના સંચાલકોની વિગતો માંગી હતી. આ ગ્રુપ પર મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસે આ ગ્રુપના કેટલાક સભ્યોની ઓળખ કરી લીધી છે. ગ્રુપમાં બંને સમુદાયના સ્ત્રી-પુરુષો સામેલ છે તેમ જણાવાયું છે.

આ અંગે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી

હકીકતમાં, 19 જાન્યુઆરીના રોજ એક મહિલા દ્વારા સાયબર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ FIR દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ક્લબહાઉસ ચેટના સહભાગીઓએ મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીનો ઉપયોગ કર્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આવો કિસ્સો બુલી એપમાં પણ સામે આવ્યો હતો

તમને જણાવી દઈએ કે, ‘બુલ્લી બાઈ’ એપ પર અગાઉ સેંકડો મુસ્લિમ મહિલાઓની તસવીરો હરાજી માટે મૂકવામાં આવી હતી. આ એપ ‘સુલી ડીલ્સ’ જેવી જ હતી. આ અંગે ગયા વર્ષે વિવાદ થયો હતો.

શું છે ક્લબ હાઉસ કેસ?

સુલી ડીલ્સ અને બુલી બાય એપ પછી, ક્લબહાઉસ એપ સોશિયલ મીડિયા પર આવી હતી. આ એપ દ્વારા પણ મુસ્લિમ મહિલાઓ વિશે વાંધાજનક વાતો કહેવામાં આવી રહી હતી. ક્લબહાઉસ એક ઓડિયો ગ્રુપ ચેટ છે. જેમાં કેટલાક લોકો જોડાય છે અને કોઈને કોઈ મુદ્દા પર ચર્ચા કરે છે. આ એપનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો મુસ્લિમ મહિલાઓ વિશે અપશબ્દો બોલતા હતા અને અશ્લીલ વાતો કરી રહ્યા હતા.

આ પણ વાંચો :  Mumbai માં માનવતા થઈ શર્મસાર, 16 વર્ષની યુવતી પર પિતા અને ભાઈએ 2 વર્ષ સુધી ગુજાર્યો બળાત્કાર

Published On - 11:51 pm, Fri, 21 January 22

Next Article