મહારાષ્ટ્રમાં ચિંતાના વાદળો, થાણેમાં ઓમીક્રોન વેરીઅન્ટની એન્ટ્રી ? જાણો શું છે સમગ્ર મામલો

સાઉથ આફ્રીકામાંથી મળી આવેલા કોવિડના નવા વેરીઅન્ટને WHO એ ઝડપથી ફેલાનાર અને ચિંતાજનક વેરીઅન્ટ ગણાવ્યો છે. ત્યારથી સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ છે. ત્યારે મહારાષ્ટ્રના થાણેમાંથી એક વ્યક્તિ કોરોના પોઝીટીવ મળી આવ્યો છે જે હાલમાં જ સાઉથ આફ્રીકાની યાત્રા કરીને પરત ફર્યો છે.

મહારાષ્ટ્રમાં ચિંતાના વાદળો, થાણેમાં ઓમીક્રોન વેરીઅન્ટની એન્ટ્રી ? જાણો શું છે સમગ્ર મામલો
Omicron (Symbolic Image)
| Edited By: | Updated on: Nov 29, 2021 | 12:36 AM

રવિવારે મહારાષ્ટ્ર (Maharashtra) ના થાણે જિલ્લા (Thane district) ના ડોમ્બિવલી વિસ્તારમાં સાઉથ આફ્રીકાથી પરત ફરેલા યાત્રીનું કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો.  જે પોઝીટીવ (Corona positive)આવતા ચિંતા વધી છે. જો કે, હાલ તે જાણી શકાયું નથી કે સાઉથ આફ્રીકાથી પાછા ફરનાર વ્યક્તિમાં કોવિડના નવા વેરીઅન્ટ, ઓમિક્રોનથી (Corona new variant Omicron) સંક્રમિત છે કે કેમ, જે વેરીઅન્ટ  તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં પ્રથમવાર મળી આવ્યો હતો.

ઓમિક્રોને સમગ્ર વિશ્વમાં ચિંતા ફેલાવી છે. ઘણા દેશો આ વેરીઅન્ટથી બચવા માટે સત્વરે પગલા લઈ રહ્યા છે. ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકા અને તેના પડોશી દેશોની સરહદો બંધ કરી દીધી છે. જેથી “ભયંકર” સ્પાઇક પ્રોફાઇલ વાળા વેરિઅન્ટના ફેલાવાને રોકી શકાય. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમિક્રોનને ‘ચિંતાજનક વેરીઅન્ટ’ જાહેર કર્યો છે અને તેમણે જણાવ્યું હતું કે, આ વેરીઅન્ટ કેટલો વધારે ઘાતક છે તેમજ શું હાલની ઉપલબ્ધ રસીઓ આ વેરીઅન્ટ પર અસરકારક છે કે કેમ. આ સાથે આ સંક્રમણની સારવારમાં કોઈ ફેરફાર છે. આ સંક્રમણમાં કોઈ અસામાન્ય લક્ષણો છે કે કેમ. આવા ઘણા સવાલોના જવાબ મેળવવામાં હજુ થોડો સમય લાગશે. માટે આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવી ખાસ જરૂરી છે.

 

Published On - 11:50 pm, Sun, 28 November 21