Bulli Bai App: બુલ્લી બાઈ એપ કેસમાં પ્રથમ ધરપકડ, બેંગ્લોરથી અટકાયત કરાયેલા શકમંદને મુંબઈ લાવી રહી છે પોલીસ

|

Jan 03, 2022 | 11:58 PM

મુસ્લિમ મહિલાઓના ફોટાની હરાજી કરનાર 'બુલ્લી બાઈ' એપના મામલામાં મુંબઈ પોલીસે સોમવારે એક આરોપીની અટકાયત કરી છે. આરોપીની ઉંમર 21 વર્ષ છે અને તે બેંગ્લોરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે.

Bulli Bai App:  બુલ્લી બાઈ એપ કેસમાં પ્રથમ ધરપકડ, બેંગ્લોરથી અટકાયત કરાયેલા શકમંદને મુંબઈ લાવી રહી છે પોલીસ
Bulli Bai App Case (symbolic photo)

Follow us on

મુસ્લિમ મહિલાઓના ફોટાની હરાજી કરનાર ‘બુલ્લી બાઈ’ એપના (Bulli Bai app) મામલામાં મુંબઈ પોલીસે (Mumbai Police) સોમવારે એક આરોપીની અટકાયત કરી છે. મુંબઈ પોલીસે આરોપીની ઓળખ જાહેર કરી નથી, પરંતુ પોલીસ અધિકારીઓએ એટલી માહિતી આપી છે કે, આરોપીની ઉંમર 21 વર્ષ છે અને તે બેંગ્લોરમાં એન્જિનિયરિંગનો (Bengaluru) અભ્યાસ કરે છે. મુંબઈ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આરોપી વિદ્યાર્થી વાંધાજનક ટ્વિટર હેન્ડલ (Twitter handle) ચલાવતો હતો અને સામગ્રી અપલોડ કરતો હતો.

ઉપરાંત, તે બુલ્લી બાઈ એપના પાંચ ફોલોઅર્સમાંથી એક હોવાનું કહેવાય છે. તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. પોલીસે આ કેસમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ આઈટી એક્ટ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. બીજી તરફ દિલ્હી પોલીસે પણ આ વિવાદને લઈને ગિટહબ પ્લેટફોર્મ પરથી આ મોબાઈલ એપના ડેવલપરની માહિતી માંગી છે.

ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું- અમે ગુનેગારોનો સતત પીછો કરી રહ્યા છીએ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તે જ સમયે, મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી સતેજ પાટીલે કહ્યું કે મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. જો કે અમે આ સમયે વિગતો જાહેર કરી શકતા નથી કારણ કે તે ચાલુ તપાસમાં અવરોધ લાવી શકે છે, હું તમામ પીડિતોને ખાતરી આપવા માંગુ છું કે અમે ગુનેગારોનો સતત પીછો કરી રહ્યા છીએ.

દિલ્હી પોલીસે પણ તેની નોંધ લીધી હતી

આના પહેલાના દિવસે, દિલ્હી પોલીસે ગિટહબ પ્લેટફોર્મ પરથી ડોજી એપ્લિકેશનના (dodgy application) ડેવલોપર વિશે વિગતો માંગી હતી. ટ્વિટરને તેના પ્લેટફોર્મ પર સંબંધિત ‘અપમાનજનક સામગ્રી’ બ્લોક કરવા અને દૂર કરવા કહ્યું. પોલીસે ટ્વિટર પાસેથી તે એકાઉન્ટ હેન્ડલર વિશે પણ માહિતી માંગી છે જેણે એપ વિશે સૌથી પહેલા ટ્વિટ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, રવિવારે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકાર દિલ્હી અને મુંબઈમાં પોલીસ સાથે મળીને કામ કરી રહી છે, જ્યાં આ સંબંધમાં કેસ નોંધવામાં આવ્યા છે.

શું છે સમગ્ર મામલો ?

તમને જણાવી દઈએ કે, વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ એક મહીલા પત્રકારે બુલ્લી બાઈ એપ પર ‘ડીલ ઓફ ધ ડે’ તરીકે વેચાઈ રહેલી પોતાની તસવીર શેર કરી રહી હતી. પત્રકારે ટ્વિટર પર કહ્યું કે આ ખૂબ જ દુઃખદ છે કે એક મુસ્લિમ મહિલા તરીકે તમારે તમારા નવા વર્ષની શરૂઆત આ ડર અને નફરત સાથે કરવી પડી રહી છે.

નેતાઓએ લઘુમતી સમુદાયની મહિલાઓની સાયબર સતામણીની નિંદા કરી છે અને ગુનેગારો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. ઘણા લોકોએ આ માટે દક્ષિણપંથી તત્વોને જવાબદાર ઠેરવ્યા છે. એપ પર હરાજી માટે સેંકડો મુસ્લિમ મહિલાઓને લિસ્ટ કરવામાં આવી હતી, જેમના ફોટોગ્રાફ્સ પરવાનગી વિના લેવામાં આવ્યા હતા અને તેની સાથે છેડછાડ કરવામાં આવી હતી. એક વર્ષથી ઓછા સમયમાં આવું બીજી વખત બન્યું છે.

આ પણ વાંચો : Mumbai ATS એ સુરેશ પૂજારી સામે નોંધ્યો નવો કેસ, છોટા રાજનનો ગેંગસ્ટર 15 ડિસેમ્બરે આવ્યો હતો ભારત

Next Article